• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલમાં યોજાનાર જિલ્લાકક્ષાના 71મા સ્વતંત્રતા દિનનું રિહર્સલ યોજાયું

કલોલમાં યોજાનાર જિલ્લાકક્ષાના 71મા સ્વતંત્રતા દિનનું રિહર્સલ યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલમાં યોજાનાર જિલ્લાકક્ષાના 71મા સ્વતંત્રતા દિનનું રિહર્સલ યોજાયું

ગાંધીનગર જિલ્લા કક્ષાના 71મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ,અમદાવાદ-મહેસાણા હાઇવે, કલોલ ખાતે યોજાનાર છે. સ્વતંત્રતા દિન નિમિત્તે ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરાશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે તા. 12મી ઓગષ્ટને શનિવારે કલોલમાં ગ્રાન્ડ રિહર્સલ યોજવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર સતીશ પટેલે સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે યોજાનાર પરેડ તથા વિવિધ શાળાઓના યોજાનાર દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું. તસવીર- ધર્મેન્દ્ર જોષી

અન્ય સમાચારો પણ છે...