સમગ્ર જિલ્લામાં નાગપાંચમનો પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
200થી લઇને 400 રૂપિયા સુધીના તીખા, ગળ્યા અને મોળા ખાજા વેચાયા

શનિવારેગાંધીનગર સહિત જિલ્લાભરમાં નાગપંચમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો. દિવસે કુલેરનો પ્રસાદ કરીને નાગદેવતાને અર્પણ કરાયો હતો. તેમજ ગોગા મહારાજના મંદિરે વિશેષ પુજા યોજાઇ હતી. ઉપરાંત નાગપાંચમીના દિવસે ખાજા ખાવાનું વિશેષ મહત્વ છે. ત્યારે પાટનગર સહિત જિલ્લામાં નાગરિકોએ 10 લાખના ખાજા આરોગ્યા હતાં. રૂપિયા 200થી લઇને 400 રૂપિયા સુધીના મોળા, ગળ્યા અને તીખા ખાજા ખરીદવામાં શહેરની ફરસાણની દુકાનોમાં ભીડ જોવાઇ હતી. માણસા, કલોલ, દહેગામ અને ગાંધીનગરમાં નાગપંચમીના પર્વની ઉજવણી થઇ હતી.

કોલવડા-ઉનાવામાં પૂજા-અર્ચન કરાઈ

કોલવડા ગામના આંબલીયા ગોગા મહારાજ અને ઉનાવા ગામના ગોગા મહારાજના મંદિરે શનિવારે વિશેષ પુજા યોજાઇ હતી. કોલવડા ગામે મંદિર ખાતે ભુવાજી ઇશ્વરભાઇ દેસાઇએ ગોગા મહારાજની પૂજા અર્ચના કરી હતી. જ્યારે ઉનાવા ગામે વર્ષોથી નાગપંચમીએ મેળો ભરાય છે.

નાગપંચમી નિમેત્તે ગાંધીનગર નજીક આવેલા ઉનાવા ગામમાં ગોગામહારાજના મંદિરે ભવ્ય મેળો ભરાયો હતો. તસવીર-કલ્પેશભટ્ટ

અન્ય સમાચારો પણ છે...