કલોલ | કલોલનાગોલથરા ક્ષત્રીય ઠાકોર સેનાના કાર્યકર્તા દ્વારા ગામના ધોરણ
કલોલ | કલોલનાગોલથરા ક્ષત્રીય ઠાકોર સેનાના કાર્યકર્તા દ્વારા ગામના ધોરણ 10 અને ધોરણ 12ના 50 ટકા કે તેથી વધુ માર્ક્સ લાવાનાર વિદ્યાર્થીઓને ટ્રોફી, ફુલ છડી, પેન અને જનરલ નોલેજ બુક આપી સન્માન કરાયુ હતું. ધોરણ 1થી 8 માં 1થી 3 નંબર મેળવનાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનુ પણ સન્માન કરાયુ હતું. પ્રસંગે ગોલથરા ક્ષત્રીય ઠાકોર સેનાના પ્રમુખ પૃથ્વીસિંહ, જેઠાજી, ગામના સરપંચ ઇશ્વરજી બળદેવજી તથા ગ્રામ પંચાયતના સભ્યો, ગાંધીનગર જીલ્લા સલાહકાર અજીતસિંહ ઠાકોર અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
ગોલથરામાં વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો