• Gujarati News
  • સોસાયટીનો વિવાદ ઉકેલાય તો પાલિકા ડ્રેનેજ સુવિધા આપશે

સોસાયટીનો વિવાદ ઉકેલાય તો પાલિકા ડ્રેનેજ સુવિધા આપશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલનાપૂર્વ વિસ્તારમાં આવેલી સંખ્યાબંધ સોસાયટીઓને ગટરના જોડાણ આપવામાં આવ્યા હોવાથી કલોલ નગરપાલિકા સામે રોષની લાગણી પ્રવર્તતી હોવા બાબતે કલોલ નગરપાલિકા દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો છે કે સોસાયટીનાં સભ્યો અને સંચાલકોના આંતરિક વિવિદોના કારણે ડ્રેનેજ સુવિધા મળી શકી નથી. તેઓ તેમનો વિવાદ ઉકેલશે તો પાલિકા ગટર જોડાણ આપવા તૈયાર છે.

અંગેની વિગતો એવી છે કે કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 7 વર્ષથી ડ્રેનેજ લાઇન નાંખવામાં અાવી છે. તેમ છતાં અનેક સોસાયટીઓને ગડરના જોડાણ આપવામાં આવ્યા નથી. તેના કારણે પાલિકાના સત્તાધિશો સમક્ષ તાકિદે ગટરની સુવિધા આપવા માટે જોડાણ આપવામાં આવે તેવી માગણી ગઇ કાલે કરાઇ હતી. રોષે ભરાયેલા સોસાયટીના રહીશોએ માગણી નહીં સોતોષાય તો આંદોલન કરવાની ચિમકી આપી હતી.

સંદર્ભે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ગાયત્રી રોહાઉસ, નવસર્જન સોસાયટી,આનંદ નગર સોસાયટી તેમજ સ્નેહ સાગર સોસાયટીઓ આવેલી છે. તેમાં 200થી વધુ પરિવારો નિવાસ કરી રહ્યાં છે. પરંતુ ડ્રેનેજની સેવા આપવામાં નહીં આવતાં પરિવારો ભારે યાતના ભોગવી રહ્યાં છીએ. ભૂગર્ભ ગટરની લાઇનો નાંખવામાં આવી હોવા છતાં જોડાણ આપવામાં ઓરમાયુ વર્તન દાખવવામાં આવતુ હોવાની લાગણી લોકો અનુભવી રહ્યાં છે. અંગે અગાઉ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. તેના કારણે રોષની લાગણી પ્રબળ બનતી જાય છે.

અંગે કલોલ પાલિકાના ચિફ ઓફિસર મનોજ સોલંકીએ જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓ ડ્રેનેસ સુવિધાથી વંચિત છે. તે વાત ખોટી નથી, પરંતુ તેમાં નગરપાલિકાનો કોઇ વાંક નથી. નગરપાલિકાની ફરજ છે કે શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પ્રદાન કરવી જોઇએ. તે મુજબ અમે ગટરના જોડાણ આપવા તૈયાર છીએ. પરંતુ સોસાયટીઓના સભ્યો અને તેમના સંચાલકો વચ્ચે કેટલાક સમયથી વિવાદો ચાલી રહ્યાં છે. તેનો ઉકેલ આવતો નથી. તમામ પેપર અમારી સમક્ષ રજૂ કરવામાં આવે તો ગટર જોડાણ આપવામાં કોઇ મુશ્કેલી નથી. 7 વર્ષથી નંખાયેલી ભૂગર્ભ લાઇનનો ઉપયોગ કરવા માટે પાલિકાના સત્તાધિશો તૈયાર છે. પરંતુ કેટડલાક નિયમોને આધીન સેવાઓ પ્રદાન કરવાની હોય છે. તે તમામ પ્રકારના આવશ્યક પેપર સોસાયટી દ્વારા અમારી સમક્ષ રજૂ કરવામાં આવશે તો અમે તાકિદે તેનો અમલ કરીશું.