તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • ગાંધીનગર |ગાંધીનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આવતી કાલે 29મીને

ગાંધીનગર |ગાંધીનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આવતી કાલે 29મીને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |ગાંધીનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આવતી કાલે 29મીને ગુરૂવારે ગાંધીનગર પાસે આવેલા કોબામાં પ્રેક્ષા ભારતી ખાતે યોજવામાં આવ્યો છે. તેમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અધ્યક્ષસ્થાને અને ગુજરાત અનૂસૂચિત જાતિ વિકાસ નિગમના ચેરમેન રમેશ ત્રિવેદી અતિથિ વિશેષ પદે હાજર રહેશે. કાર્યક્રમમાં કલોલના શહેરી વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના 3963 લાભાર્થીઓનો સમાવેશ કરાયો છે. તે તમામને કુલ રૂ.449.05 લાખની સહાય આપવામાં આવશે. તેમજ માણસા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના 3315 લાભાર્થીઓને રૂ.541.31 લાખની સાધન સહાયનું વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમ સવારે 9 વાગે યોજવામાં આવ્યો છે.

આજે કોબા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો

અન્ય સમાચારો પણ છે...