તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલમાં આઇસ્ક્રીમની ફેકટરીમાં ટાંકી ફાટી: પ્લેટ માથે પડતા કામદારનું મોત

કલોલમાં આઇસ્ક્રીમની ફેકટરીમાં ટાંકી ફાટી: પ્લેટ માથે પડતા કામદારનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કલોલના સઇજ પાસે આવેલા જનતા આઇસ્ક્રીમ નામની ફેકટરીમાં ગુરૂવારની રાત્રે ધાબા પર મુકેલી પાણીની ટાંકી તુટી પડી હતી. ત્યારે ટાંકી નીચે બેઠેલા કામદાર પર લોખંડની પ્લેટ પડતા તેનું માથુ ફાટી જતા ઘટના સ્થળે જ મૃત્યુ થયુ હતુ. કલોલ તાલુકાનાં ઔદ્યોગીક એકમોમાં કોઇને કોઇ અકસ્માતોમાં કેટલાંક કામદારોનો ભોગ લેવાતો રહે છે. થોડા સમય પુર્વે વિજ શોકનાં બે બનાવોમાં 3 લોકોનાં મૃત્યુ થયા હતા. ત્યારે વધુ એક મોતનો બનાવ સામે આવ્યો છે.

મૃતક પીન્કુ ફેકટરીમાં જ રહેતો હતો: માથું ફાટી જતા દમ તોડ્યો
કલોલના હાઇવે પરનાં સઇજ ગામ પાસે આવેલ જનતા આઇસ્ક્રીમ ફેકટરીમાં કામદારનું મોત નિપજ્યું હતું. જનતા આઇસ્ક્રીમની ફેકટરીમાં રહેતો અને ફેકટરીમાં કામ કરતો યુવાન પીંકુભાઇ મહિપાલસિંગ સકસેના (ઉ.વ.33) ગુરૂવારની રાત્રે ફેકટરીની અગાસી પર પાણીની ટાંકી નીચે બેઠો હતો. ત્યારે લોખંડની એંગલ તુટી પડતા ટાંકી તુટી નીચે પડી હતી. જેમાં લોખંડની વજનદાર પ્લેટ પીંકુભાઇનાં માથા પર પડતા તેનું માથુ ફાટી ગયુ હતું અને ઘટના સ્થળેજ તેનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

સઇજ પાસે આવેલા જનતા આઇસ્ક્રીમ નામની ફેકટરીમાં ગુરૂવારની રાત્રે ધાબા પર મુકેલી પાણીની ટાંકી તુટી પડતા ભારે નાસભાગ મચી હતી. જેમાં પીન્કુ ટાંકીની નીચે જ બેઠો હતો તેથી તેના પર લોખંડની પ્લેટ પડતા તેનુ કમકમાટીભર્યુ મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...