દાતાઓના સહયોગથી રૂ. 4.5 લાખની મચ્છરદાનીનું વિતરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મચ્છરનાદંશ સામે ઢાલ પુરવાર થતી મચ્છરદાનીથી જિલ્લાના ચેવાડાની ગ્રામ્ય પ્રજાને રક્ષીત કરવા માટે જિલ્લા મેલેરિયા વિભાગે શરૂ કરેલો અભિગમ સફળ પુરવાર થયો છે. જિલ્લા મેલેરિયા વિભાગના સહયોગથી અનેક દાતાઓ આગળ આવ્યા હતાં અને રૂ.107ની કિંમતની 4.5 લાખ રૂપિયાની મચ્છરદાનીનું વિતરણ થઇ શક્યુ છે.

ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અને તે પછીના દિવસોમાં મચ્છરોનો ઉપદ્રવ ખુબ મોટા પ્રમાણમાં થતો હોય છે. તેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતો મચ્છરજન્ય રોગચાળાને ડામવા તંત્રને ખડા પગે રહેવુ પડે છે. પ્રકારના સંજોગો ચાલુ વર્ષે સર્જાઇ નહીં તે માટે જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા મચ્છર નાબુદી સાથે મચ્છરો સામે ગ્રામ્ય પ્રજાને પ્રોટેક્ટ કરવા જિલ્લાના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સામાજિક સંસ્થાઓ સાથે પરામર્શ કર્યો હતો. તે દરમિયાન કલ્પતરૂ ઔદ્યોગિક એકમ સહિત અનેક ખાનગી એકમો અને વાપેરીઓએ આર્થિક સહયોગ આપવા સહમત થયા હતાં. જો કે કોઇ વ્યક્તિગત રીતે મચ્છરદાની ખરીદીને આપે તો પણ તેનો સ્વિકાર કરવાનું પણ નક્કી કરાયુ હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પ્રજા માટે એક ઔદ્યોગિક ગૃહ દ્વારા 3500 મચ્છરદાનીનું દાન કરવામાં આવ્યુ હતું. તે ઉપરાંત વાવોલમાં 200, રાંચરડા અને હાજીપુર વિસ્તારમાં 250 તેમજ કલોલના અર્બન વિસ્તારમાં પણ 250 મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તમામ મચ્છરદાનીનો ખર્ચ દાતાઓએ ઉપાડી લીધો હતો.

જિલ્લા મેલેરિયા વિભાગે ઉપાડેલા અભિયાનને ભારે પ્રતિસાદ મળ્યો

મચ્છર સામે ઢાલ પુરવાર થતી મચ્છરદાની રોગચાળો અટકાવશે

અન્ય સમાચારો પણ છે...