તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Kalol
 • જિલ્લા પં. હસ્તકની શાળાના 4096 શિક્ષકને અભ્યાસક્રમની સેવા કાલીન તાલિમ અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા પં. હસ્તકની શાળાના 4096 શિક્ષકને અભ્યાસક્રમની સેવા કાલીન તાલિમ અપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાપંચાયત હસ્તકની શાળાઓમાં ફરજ બજાવતાં 4096 શિક્ષકોને અભ્યાસક્રમની સેવા કાલીન તાલીમ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. તેનો કાર્યક્રમ 25 જુલાઇથી શરૂ થશે અને ઓગષ્ટ માસના પહેલા વીક સુધી ચાલુ રહેશે. તેમાં ખાસ કરીને અભ્યાસક્રમને લગતી બાબતોને આવરી લાવામાં આવશે.

અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નટવરસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર જિલ્લાના 4 તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત ધોરણ-1થી 5 અને ધો-6થી 8ના 4096 શિક્ષકોને આવરી લેવામાં આવશે. તાલીમ ચારેય તાલુકામાં બ્લોક પ્રમાણે યોજવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે ધો-1થી5ના 2478 શિક્ષકો અને ધોરણ-5થી 8ના 1618 શિક્ષકોને તાલીમમાં સાંકળી લેવામાં આવ્યા છે.

તાલુકા પ્રમાણે જોઇએ તો ગાંધીનગર તાલુકાના ધો-1થી 5ના 712 અને ધો-6થી 8ના 783, દહેગામ તાલુકાના ધો-1થી 5ના 752 અને ધો-6થી 8ના 505, મામસા તાલુકાના ધો-1થી 5ના 419 અને ધો-6થી 8ના 252 અને કલોલ તાલુકાના ધો-1થી 5ના 592 અને ધો-6થી 8ના 378 શિક્ષકોને આવરી લેવામાં આવ્યા છે.

અભ્યાસક્રમની સેવા કાલીન તાલીમ સ્ટેટ અને જિલ્લા કક્ષાના તજજ્ઞો દ્વારા આપવામાં આવશે. તે માટે ચાર તાલુકામાં વિવિધ સ્થળો ઉપર બ્લોક પાડવામાં આવ્યા છે. તે સ્થળો ઉપર તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમિયાન શાળાના શૈક્ષણિક કાર્યને કોઇ અસર થશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો