Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગટરના ગેરકાયદે જોડાણને સીલ કરી તપાસ આરંભી
કલોલપાલિકાની ગટર લાઇનમાં ખાનગી કંપનીનુ ગેરકાયદે જોડાણ મળી આવ્યુ હતું. તેને પાલિકા તંત્રએ સીલ કરી દઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગેરકાયદે જોડાણ લેનારી કંપની કસુરવાર જણાઇ આવશે તો તેની સામે કાયદેસર પગલા ભરવામાં આવશે. તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું છે. તપાસ કરવા માટે પાલિકાના ઇજનેરને આદેશ કરવામાં આવ્યો છે.
કલોલના પૂર્વ વિસ્તારમાં માધુપુરા રોડની આસપાસની સોસાયટીમાં ગટરો ઉભરાતી હોવાની ફરિયાદો ઉઠી હતી. સ્થાનિક વસાહતીઓ દ્રારા એવો આક્ષેપ કરાયો હતો કે સિન્ટેક્ષ કંપની ગટર લાઇનમાં મોટા પ્રામણમાં કેમિકલ વાળુ પાણી છોડી રહી છે. તેના કારણે ગટરો ઓવરફ્લો થઇ રહી છે. અંગેની રજૂઆતના પગલે નગરપાલિકાએ જેસીબી દ્વારા ખોદકામ કરી તપાસ આરંભી હતી. તે વખતે ગટરની મુખ્ય લાઇનમાં સિન્ટેક્ષ કંપનીનુ જોડાણ મળી આવ્યુ હતું. તે ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યુ હતું. જેથી પાલિકાના સત્તાધિશોએ તાકીદે સીલ મારી જોડાણ બંધ કરી દીધુ હતું.