તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કલોલમાં ગંભીર બનેલી ટ્રાફિક સમસ્યા આડેધડ પાર્કિંગથી રાહદારીઓ ત્રાહિમામ્

કલોલમાં ગંભીર બનેલી ટ્રાફિક સમસ્યા આડેધડ પાર્કિંગથી રાહદારીઓ ત્રાહિમામ્

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલશહેરના માર્ગે ઉપર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઇ રહી છે. રોજ-બરોજના પ્રશ્નથી નાગરિકો અને રાહદારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યાં છે. તેમ છતા પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકની ગંભીર સમસ્યા અંગે કોઇજ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેના કારણે લોકોમાં રોષની લાગણી પ્રવર્તે છે. શહેર પોલીસની સાથે ટ્રાફિક પોલીસ પણ ભારે બેદરકારી દાખવતી હોવાની લાગણી નગરજનો વ્યક્ત કરી રહ્યાં છે.

અંગેની વિગતો એવી છે કે, જિલ્લામાં ઔદ્યોગિક, વેપાર અને શૈક્ષણિક દ્રષ્ટીએ મહત્વનું અને ઝડપથી વિકાસ પામી રહેલુ કલોલ શહેર ટ્રાફિકની ચુંગાલમાં ફસાઇ ચૂકયું છે અનેક ઠેકાણે ટ્રાફિક જામ થવાની ગંભીર સમસ્યા વારંવાર જોવા મળી રહી છે. જેમાં શહેરના સ્ટેશન રોડ વિસ્તાર,નવજીવન રોડ પર , નવી શાક માકેટ પાસે, શહેરના હાર્દસમા વેપારી જીન વિસ્તારમાં તથા બસ મથકના બંને નાકા પાસે , મટવા કૂવા, ઓવરબ્રીજ પાસે, કલ્યાણપુરા શાક માર્કેટ પાસે તેમજ અંબિકાનગરના બંને બસ સ્ટેન્ડ પાસે, હાઇવે પરના નવા બનતા ઓવરબીજ પાસે અવાર નવાર ટ્રાફીક જામ સર્જાય છે.