કલોલ કોર્ટમાંથી મોપેડ ઉઠાવનાર વાહનચોર ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ : ગાંધીનગરતાલુકાના છાલા ગામે આવેલા વણકર વાસમા઼ રહેતા કિશનભાઇ મગનલાલ પરમાર પોતાના ટૂ વ્હીલર લઇને 9 સપ્ટેમ્બરે કોઇ કામ માટે કલોલ કોર્ટમાં ગયા હતાં. તેઓ કામ પતાવીને પરત ફર્યા ત્યારે તેમનું વાહન જોવા મળ્યુ હતું. તપાસ કરતા તેની ચોરી થઇ હોવાનું જાણી તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પી.આઇ. આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કર્વોડની ટીમે સમગ્ર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યુ હતું. ત્યારે પો.હે.કોન્સ. રાજેન્દ્રપ્રસાદ, જગતસિંગ તેમજ અરવિંદભાઇને બાતમીના આધારે કલોલ કોર્ટમાંથી મોપેડ ચોરનાર દિલિપ મગનભાઇ રાવળ (રહે.આનંદપુરા)ને કર્ણાવતિ સોસાયટી સામેના છાપરામાં મોપેડ સાથે ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...