તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સમદર્શન આશ્રમ દ્વારા દશાબ્દિ મહોત્સવ

સમદર્શન આશ્રમ દ્વારા દશાબ્દિ મહોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમદર્શન આશ્રમ દ્વારા દશાબ્દિ મહોત્સવ

ગાંધીનગર|શહેરનાં સેકટર 1માં ગાયત્રી મંદિર પાછળ આવેલા સમદર્શન આશ્રમ દ્વારા છેલ્લા 17 વર્ષથી ગુરૂમા સમાનંદ સરસ્વતી ભગવત ગીતા અને ઉપનિષદનાં વિચારોને સાકારીત કરવા વિવિધ કાર્યો કરે છે. જે અંતર્ગત તા 3જી થી 12મી ઓક્ટોબર દરમિયાન દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ઉજવણીનાં ભાગરૂપે જ્ઞાનસાધના શિબીર, ભજન, વિષ્ણુંયાગ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તા 9મીનાં રોજ સાંજે પથી 7 કલાક દરમિયાન ભજન તથા તા 11મીનાં રોજ સવારે 8.30થી સાંજે 5.30 કલાક દરમિયાન વિષ્ણુંયાગ તથા સાંજે 5.30થી 8 વાગ્યા દરમિયાન પ્રેમ રસ બરસે બ્રિજમે નાટકનું આયોજન કરવામાં આવ્યુ છે.

સોજા ગામે ચૌદસના ગરબા થશે

કલોલ|કલોલનાસોજા ગામે દર વર્ષની આસો સુદ -14ના રોજ રાત્રે ગરબા યોજાતા હોય છે. ચાલુ વર્ષે આસો સુદ તા. ૮/૧૦/૧૪ ના રોજ ચૌદસના ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વરાહી માતાના મંદિરે ફુલોના ગરબા યોજવામાં આવે છે. જે ૨૦ ફુટ ઉંચા હોય છે. પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. અને માતાજીના ગરબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજ દિવસે વિર વેલુડા મહારાજનું પણ અનેરૂ મહત્વ હોઇ લોકો ત્યાં દર્શને જતા હોય છે. તમામ પ્રસંગને પાર પાડવા માટે પંચાયતના સભ્યો વિર વેલુડા સેવા મંડળના સભ્યો તમામ વ્યવસ્થા કરી રહ્યાં છે.

કલોલમાં ગરબા જોવા ગયેલી યુવતી ગુમ

કલોલ|કલોલમાંપાંચહાટડી બજારમાં આવેલા લવાર વાસમાં રહેતી ધારાબેન દિનેશકુમાર શાહ ઉ.વ. ૨૦ ગત રોજ બજારમાં ગરબા જોવા નીકળી હતી. જે પોતાના ઘરે પરત ફરતા તેના ઘરમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ગુમ યુવતીની તેના ઘરવાળાઓએ સગાસબંધીઓમાં તેમજ આસપાસમાં તપાસ કરવા છતાં તેનો કોઇ પતો નહીં લાગતા યુવતીના ગુમ થયા અંગે કલોલ પોલીસ મથકમાં જાણ કરી હતી. કલોલ પોલીસ યુવતીના ગુમ થયા અંગે નોંધ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

ચાંદીસણામાં મારામારીમાં બે ઘાયલ

કલોલ|કલોલના ચાંદીસણા ગામે રહેતા કર્તિીભાઇ હરગોવિંદભાઇ પટેલ જોડે ગામમાં રહેતા ચાવડા અમરસિંહ પરથીજી તથા ચાવડા કલાજી ગનાજી જોડે ટ્રેકટર સાઇડમાં લેવા બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાઇ ગયેલા બન્ને શખ્શોએ કર્તિીભાઇને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેઓએ બન્ને શખ્શો સામે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ન્યૂઝ ઇ