તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ પંથકમાં માત્ર અડધો ઇંચ વરસાદ: અન્યત્ર ઝાપટાં વરસ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગરજિલ્લામાં મંગળવારે વરસાદે પોરો ખાધો હતો. દિવસ દરમિયાન સામાન્ય ફોરા પડ્યા હતાં. જ્યારે 4 તાલુકા પૈકી એક માત્ર કલોલ પંથકમાં 12 મિ.મિ વરસાદ થયો હતો. બાકીના ત્રણ તાલુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, પરંતુ વરસાદ વરસ્યો હતો.

કલોલ શહેરમાં મંગળવારે સવારના સમયે આકાશ ઘનઘોર બન્યુ હતું અને એકાએક વરસાદ શરૂ થઇ ગયો હતો. પરંતુ થોડા સમયમાં વાદળા વિખેરાઇ ગયા હતાં. તે પછી બપોરના સમયે ફરી એક વખત વાદળા ઘેરાઇ આવતાં જોરદાર વરસાદ શરૂ થયો હતો. તેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. જ્યારે ગાંધીનગર, માણસા અને દહેગામ પંથકમાં રાત્રીના સમયે સામાન્ય વસરસાદ થયો હતો.

જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ 22.82 મિ.મિટર થયો હોવાની વિગતો જિલ્લા ફ્લડ કન્ટ્રોલરૂમ દ્વારા જણાવાઇ છે. તેમાં અત્યાર સુધીમાં ગાંધીનગર તાલુકામાં 151, દહેગામ 224, કલોલ 167 અને માણસા પંથકમાં 212 મિ.મિટર વરસાદ નોંધાયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગયા વર્ષે ચોમાસા દરમિયાન સમયગાળામાં થયેલા વરાસદ કરતા વખતે મોસમનો સરેરાશ વરસાદ માત્ર 22.82 મિ.મિ થયો છે. તેમ છતાં વાવેતર સારા પ્રમાણમાં થયુ છે. જો કે હાલમાં વરાપ નિકળતાં ખેડૂતો પણ મનમૂકીને વાવણી કરી રહ્યાં છે. તેના કારણે વાવેતરમાં વધારો થશે. તાજેતરમાં મેઘરાજા મહેરબાન થવાથી ખરીફ પાકને જીવતદાન મળ્યુ છે. જો કે 15 જુલાઇ સુધી ગાંધીનગર જિલ્લામાં કુલ 56 હજાર હેક્ટરમાં વાવેતર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો