તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાભરમાં કરાયું જગતગુરુનું પૂજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રવિશ્વમાં અષાઢ સુદ પૂનમના દિવસે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરાય છે. ગુરૂ અને શિષ્યનો સબંધ અનોખો છે. ગુરૂના દિશાનિર્દેશથી શિષ્ય સાચા માર્ગને પસંદ કરે છે. ત્યારે શિષ્ય દ્વારા ગુરૂને પૂજવાનો દિવસ એટલે ગુરૂ પૂર્ણિમાં. જિલ્લામાં ગાંધીનગર, માણસા, કલોલ અને દહેગામ સહિત ગુરૂ પૂર્ણિમાના દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં ગુરૂ પૂજન, ભેટ સોગાદ અને ઉપદેશ સહિતના કાર્યક્રમોનું શૈક્ષણિક સંકુલો,ધાર્મિક સ્થળો તથા આશ્રમોમાં આયોજન કરાયુ હતું.

આર્ટ ઓફ લીવીંગ ગાંધીનગર દ્વારા સવારે 6 કલાકે સેક્ટર 11માં મેઘ મલ્હાર કોમ્પલેક્સમાં 2જા માળે સુદર્શન ક્રિયા અને સાંજે 6.30 કલાકથી સેક્ટર 12માં ડોય બાબાસાહેબ આંબેડકર ભવનમાં સત્સંગનું આયોજન કરાયું હતું. પેથાપુર જૈન સંઘમાં દ્વારા સવારે 7 વાગે ગુરૂ પૂજન તથા માંગલિક શ્રવણ, સુંદરધામ પરિવાર દ્વારા સવારે 8થી 9 વાગે પાદૂકા પૂજન અને સુંદરકાંડના પાઠ તથા વાસણીય ભજન મંડળો ભજન કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. કાંન્તિભાઇ યોગી દ્વારા સાંજે 5થી 7 વાગે બ્લોક નં 121/4 ટાઇપ સેકટર 22 ખાતે અને રાત્રે 8:30 વાગે પંચદેવ મંદીરે સુંદરકાંડના પાઠ, પંચદેવ મંદિરે સાંજે 5થી 9 ફૂલશંકર શાસ્ત્રીની ઉપસ્થિતીમાં વેદવ્યાસ પૂજન કાર્યક્રમ,ટીંટોડા વડવાળા મંદિરમાં ખાતે ભવ્ય ગુરૂપૂર્ણિમાં મહોત્સવ, વાવોલ સ્થિત રામજી મંદિરમાં ગુરૂ પૂર્ણિમા મહોત્સવ અને કલોલ સ્થિત તેજાધામ પરિવાર દ્વારા સવારે 9 વાગે પાદૂકા પૂજન, શેઠ સીએમ હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂઓને વંદન કાર્યક્રમ, ગાંધીનગર ઇન્ટરનેશલ પબ્લિક સ્કૂલમાં ગુરૂ મહિમા કાર્યક્રમ, જે બી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ શિક્ષકોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયુ,બીજેપી દ્વારા સિવિલ હોસ્પિટલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ,સેકટર 5 સ્થિત પ્રેરણા વિદ્યાલયમાં ગુરૂ મહિમા અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધા,સ્વામી નારાયણ ગુરૂકુળના શિક્ષકોને ચોખા અને તીલક કરીને સ્વાગત કરાયુ, ઇન્ફોસિટી સ્કૂલમાં ગુરૂનું ગૌરવ જ્ઞાન કાર્યક્રમ, કૂડાસણ સ્થિત સ્કૂલ ઓફ ઓચિવરમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓ શાળા શિક્ષકોને કુંકુમ તિલક કરીને પુજા વંદન કર્યુ હતું. જ્યારે જ્યોતિ મહિલા મંડળ દ્વારા ગુરૂ મહિમા પર વ્યાખ્યાન યોજાયુ હતું.

કલોલ અને દહેગામ પંથકમાં ગુરુપૂર્ણિમાએ શિષ્યો ગુરુના શરણે : આશ્રમોમાં મહાપ્રસાદ - ભજનના કાર્યક્રમો

ગુરૂ પૂર્ણિમાના દિવસે જિલ્લાના કલોલ દહેગામ અને માણસા સહિત શહેરમાં હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઇ હતી. શૈક્ષણિક સંકુલો, ધાર્મિક સ્થળો, આશ્રમ સહિત ગુરૂ પૂજન અને ગુરૂ મહિમા સહિતના કાર્યક્રમો યોજાયો હતાં.તસવીર:-ધર્મેન્દ્ર જોષી,શરીફશેખ

કલોલ પંથકમાં ગુરૂ પુર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કલોલ કપિલેશ્વર મંદિર, સત્યનારાયણ મંદિર, જ્યોતેશ્વર મહાદેવ, નિલકંઠ મહાદેવ, વૈજનાથ મહાદેવ બોરીસણા, સિધ્ધનાથ મહાદેવ સઇજ સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરૂના આશિર્વાદ મેળવી ઉજવણી કરવામાં આવી હતી. દહેગામમાં ગુરૂ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઇ હતી જ્યારે દહેગામ શહેર અને તાલુકાના રખિયાલ, ઝાક, સાણોદ અને દસ્ક્રોઇ તાલુકાના વહેલાલા ગામે ગુરૂ પૂર્ણિમાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી. જેમાં દહેગામના ગોપાલ લાલજી મંદિરમાં, અમદાવાદ રોડ પર આવેલા વૃંદાવન સોસાયટીમાં ભક્તો દ્વારા ગુરૂ પૂજન, ઝાક ગામે વડવાળા રામજી મંદિરમાં ગુરૂ પૂજન અને વહેલાલ દામે પ્રણવ પારદેશ્વર મહાદેવ મંદિરે ગુરૂની ઉપસ્થિતીમાં ભવ્ય મહોત્સવની ઉજવણી કરાઇ હતી.

શૈક્ષણિક સંકુલો, ધાર્મિક સ્થળો અને આશ્રમોમાં ગુરૂ પૂજન અને ગુૂરૂ મહિમા સહિતના કાર્યક્રમો યોજાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો