- Gujarati News
- વિનસ એન્જિ. કોલેજ ડીજીટલને લગતી તમામ સહાય ગામડાને કરશે
વિનસ એન્જિ. કોલેજ ડીજીટલને લગતી તમામ સહાય ગામડાને કરશે
દેશભરમાંપ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ તા.1 થી 7 જુલાઇ 2015 દરમિયાન ડિજીટલ ઇન્ડિયા વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે કલોલ પાસેના ભોંયણ રાઠોડમાં આવેલી વિનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજીમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ઉપક્રમે 6 જુલાઇના રોજ ડિજીટલ ઇન્ડિયા વીકની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે વિનસ કોલેજના ચેરમેન રૂષભભાઇએ કહ્યું હતું કે ડિજીટલ ઇન્ડિયાના ભાગરૂપે અમે આજુબાજુના 20 ગામોમાં જાગૃતી ફેલાવાનો પ્રયત્ન કર્યો છે.
મેયર હંસાબેને વિઘાર્થીઓને પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા માટે આહવાન કર્યુ હતુ. ઉજવણી ના ભાગરૂપે કોલેજ કેમ્પસમાં સ્પોકન ટયુટોરીયલ પ્રોજેક્ટ આઇ.આઇ.ટી મુબઇનું ઇન્ટરએકટીવ સેસનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથેસાથે ડિજીટલ ઇન્ડિયા થીમ પર અલગ અલગ સ્પર્ઘાઓ જે વી કે ડ્રોઇગ કોમ્પિટીશન,પોસ્ટર પ્રજેટેશન,ગ્રુપ ડીસ્કશન અને ડોક્યુમેનટીનુ પણ આયોજન કરાયું હતું.
જેમાં આજુ બાજુના ગામની શાળાઓ તથા કોલેજના કુલ 700 વિઘાર્થીઓએ ભાગ લીઘો હતો. વિનસ કોલેજ ઓ.એચ.ટી.સી (ઓપન સોર્સ ટેક્નોલોજી કલ્બ)નુ નોડલ સેન્ટર છે. જે અંતર્ગત કોલેજે છેલ્લા બે વર્ષમાં કુલ 1000 વિઘાર્થી અને ફેકલટીઓને આઇ.આઇ.ટી મુબઇથી સોફ્ટવેર ટ્રેઇનિંગ અપાવી છે. કાર્યક્રમમાં ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગરના મેયર હસાંબેન મોદી, સંજયભાઇ ત્રિવેદી (જીટીયુના પ્રોજેક્ટ ઓફિસર), ટીટોડા ગામના સરપંચ ખોડાજી ઠાકોર, અડાલજના સરપંચ જયેશભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતા.