પરિણિતા સહિત ત્રણ બહેનનો સાસુ પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | પલીયડ ગામે રહેતા 50 વર્ષિય જશીબેન બાબુભાઇ સોલંકીના દિકરા મનિષના લગ્ન અમૃતા સાથે થયા હતા. ગત 12 જુલાઇના રોજ 11:30 કલાકે જશીબેન તેમજ અમૃતા ઘરે બેઠા હતા. ત્યારે અમૃતાની બે બહેનો અમદાવાદના બાપુનગરમાં કાચા છાપરામાં રહેતી આશા ભરતભાઇ વાઘેલા તેમજ રણજીતા રજનીકાંત વાઘેલા આવી પહોચ્યા હતા. ઘરમાં આવતાની સાથે મારી બહેનને આ ઉનાળામાં વેકેશનમાં કેમ મોકલેલ નહી તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. જશીબેન ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયેલ ત્રણે બહેનોએ તેમને ગડદ્દાપાટુનો માર મારી કપડા ધોવાના ધોકા વડે હુમલો કરી ફ્રેકચર કરી નાખ્યુ હતું. આ અંગે ઘાયલ જશીબેન તેમના દિકરાની પત્ની તેમજ તેની બન્ને બહેનો વિરૂધ્ધ ગુનોં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...