હોમગાર્ડના 394 પૈકી 309 જવાનનુ મતદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોસ્ટલ બેલેટથી જિલ્લામાં પોલીસ દ્વારા 84.47 ટકા મતદાન થયુ

વિધાનસભાનીચૂંટણી માટે તારીખ 14મી ડિસેમ્બરે યોજાનારા મતદાનની પહેલા સુરક્ષા બંદોબસ્તમાં જેમને તૈનાત કરવામાં આવ્યા છે. તેવા પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની પ્રક્રિયા બુધવારે કરવામાં આવી હતી. તેમાં પોલીસ જવાનોએ 84.47 ટકા અને હોમગાર્ડના જવાનોએ 76.86 ટકા મતદાન કર્યુ હતું.

પોલીસના મતદાન માટે નોંધાયેલા 1603 પૈકીના 1354 જવાનોએ મતદાન કર્યુ હતું. તેમાં દહેગામમાં 172માંથી 153, ગાંધીનગર દક્ષિણમાં 237માંથી 212, ગાંધીનગર ઉત્તરમાં 840માંથી 688, માણસામાં 265માંથી 226 અને કલોલમાં 89માંથી 72 જવાનોએ વોટિંગ કર્યુ હતું. જ્યારે હોમગાર્ડમાં મતદાન માટે નોંધાયેલા 394 પૈકીના 309 જવાનોએ મતદાન કર્યુ હતું. તેમાં દહેગામમાં 64, ગાંધીનગર દક્ષિણમાં 125, ગાંધીનગર ઉત્તરમાં 15, માણસામાં 106 અને કલોલમાં 84 જવાનોએ વોટિંગ કર્યુ હતું.

આમ રીતે ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી પહેલા થતા પોસ્ટલ બેલેટની કામગીરી સંપન્ન કરી દેવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...