ખર્ચના હિસાબમાં ભાજપના ઉમેદવારો આગળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અપક્ષ ઉમેદવારોએ પણ 10 હજારથી વધુના ખર્ચ હિસાબ આપ્યા

જિલ્લાની5 બેઠક પૈકીની 3 બેઠક ગત ચૂંટણીમાં કોંગ્રેસે આંચકી લીધી હતી. પરિણામે વખતની ચૂંટણીમાં ચિત્ર ઉંધુ કરી દેવાની નેમ સાથે ભાજપ મેદાને ઉતર્યો છે અને સામે પક્ષે કોંગ્રેસ પણ પાછી પાની કરવા તૈયાર નથી ત્યારે ચૂંટણીના પ્રચાર માટે ખર્ચના હિસાબ રજુ કરવાની પહેલી મુદ્દતમાં ઉમેદવારો દ્વારા જે હિસાબ રજુ કરવામાં આવ્યા તેમાં વધુ ખર્ચ કરવામાં ભાજપના ઉમેદવારો 5 પૈકી 4 બેઠક પર આગળ રહ્યા છે. સાથે મુદ્દે જન વિકલ્પ, આપ અને એસવીપીપીના ઉમેદવારો પણ મેદાનમાં ઉતરેલા જણાય છે. અપક્ષ ઉમેદવારોએ પણ 10 લાખથી વધુના ખર્ચ દર્શાવ્યા છે. ત્યારે ગાંધીનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર અશોકભાઇ પટેલ દ્વારા રૂપિયા 2.67 લાખનો ખર્ચ કર્યો છે. જ્યારે દહેગામમાં બલરાજસિંહ ચૌહાણે 2.61 લાખ, ગાંધીનગર દક્ષિણમાં શંભુજી ઠાકોરે 86 હજાર તે કલોલમાં ડૉ. અતુલ પટેલે 83 હજારનો ખર્ચ કર્યો છે. માણસામાં અમિત ચૌધરીએ સૌથી ઓછો 27 હજારનો ખર્ચ બતાવ્યો છે.

કોંગ્રેસમાં સૌથી વધારે ખર્ચ દહેગામમાં કામીનીબા રાઠોડે 2.10 લાખ, ગાંધીનગર દક્ષિણમાં ગોવિંદજી ઠાકોરે 44 હજાર, માણસામાં સુરેશભાઇ પટેલે 39 હજાર, કલોલમાં બળદેવજી ઠાકોરે 37 હજાર અને ગાંધીનગર ઉત્તરમાં ડૉ. સી જે ચાવડાએ 32 હજારનો ચૂંટણી પ્રચાર ખર્ચ રજુ કર્યો છે. સિવાય માન્ય પક્ષના ઉમેદવારોમાં સૌથી વધુ ખર્ચ ગાંધીનગર ઉત્તર બેઠક પર જન વિકલ્પના ઉમેદવાર કરણસિંહ વાઘેલાએ 87 હજાર, સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટીના ચંદુભાઇ વાળંદે 52 હજાર અને આમ આદમી પાર્ટીના ગુણવંતભાઇ પટેલે 37 હજારનો ખર્ચ કર્યો છે. ગાંધીનગર દક્ષિણમાં બસપાના ઉમેદવાર જાદુગર ચતુરભાઇએ 53 હજાર દહેગામમાં જન વિકલ્પના ઉમેદવાર વીનુભાઇ અમીને 37 હજાર ખર્ચ દર્શાવ્યો છે.

ખર્ચ દર્શાવતા 7 ઉમેદવારને નોટિસ અપાઇ હતી

તારીખ5મીની ચૂંટણી પ્રચાર ખર્ચના હિસાબ રજુ કરવાની મુદ્દત પસાર થઇ જવાના પગલે ચૂંટણી પંચ દ્વારા કલોલમાં કોંગ્રેસ અને એનસીપી સહિતના 4 અને માણસામાં 3 ઉમેદવારને નોટિસ અપાયા પછી તેમણે ખર્ચના હિસાબ રજુ કર્યા હતાં. હવે તમામ ઉમેદવારને સમયસર હિસાબ રજૂ કરવા તાકીદ કરી દેવામાં આવી છે.

બસપાનાઉમેદવારોનો ખર્ચ સૌથી ઓછો

મુખ્યપક્ષના ઉમેદવારોમાં બહુજન સમાજ પાર્ટીના 5 પૈકીના 4 ઉમેદવારોએ સૌથી ઓછો ખર્ચ કર્યો છે. તેમાં ગાંધીનગર ઉત્તરના ઉમેદવારરાઠોડ ગોવિંદભાઇએ 5, 290 રૂપિયા, કલોલના ઉમેદવાર મહેન્દ્રસિંહ ઉપાસક અને માણસામાં મહેન્દ્રભાઇ પરમારે 7 હજાર જ્યારે દહેગામમાં રમણલાલ સોનારાએ 16, 600નો ખર્ચ દર્શાવ્યો હતો.

ખર્ચનો હિસાબ| જન વિકલ્પ, આપ અને એસવીપીપીના ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં

અન્ય સમાચારો પણ છે...