• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • ભાસ્કર િવશેષ | જિલ્લાના 4 ડેપોના 1300થી વધુ કર્મચારીઓ માસ સીએલમાં જોડાવા રજાનો રિપોર્ટ ભર્યો : 15મીની

ભાસ્કર િવશેષ | જિલ્લાના 4 ડેપોના 1300થી વધુ કર્મચારીઓ માસ સીએલમાં જોડાવા રજાનો રિપોર્ટ ભર્યો : 15મીની મધરાતથી બસો બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર સમક્ષ લાંબા સમયથી પડતર માગણીઓનો ઉકેલ નહીં આવતાં રાજ્ય ભરના એસ.ટી નિગમના કર્મચારીઓએ 16મી માર્ચથી સામૂહિક રીતે માસ સીએલ ઉપર ઉતરી જવા આંદોલનનું રણ શીંગુ ફૂક્યુ છે. તેના પગલે ગાંધીનગર જિલ્લામાં આવેલા તમામ 4 એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા રજાના રિપોર્ટ ભરી દેવાયા છે. તેમજ ગુરૂવારે ગાંધીનગર ડેપોમાં કર્મચારીઓ દ્વારા એસ.ટી નિગમ અને સરકાર વિરૂધ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી દેખાવો કરાયા હતાં.

મકાન ભથ્થા અને 7મા પગાર પંચના લાભ સહિતના મુદ્દે એસ.ટી કર્મચારી મંડળની રાજકોટ ખાતે મળેલી બેઠકમાં 16મી માર્ચથી એક સાથે માસ સીએલ પર ઉતરી જવાનો નિર્ણય લેવાયો હતો. તેના પગલે ગાંધીનગર એસ.ટી ડેપોના તમામ 500 પૈકી 400 કર્મચારીઓએ માસ સીએલનો રિપોર્ટ સબમીટ કર્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર કરી ડેપોને ગજવી મૂક્યો હતો. ત્યારે મુસાફરોમાં દહેશત ઉભી થઇ હતી કે એસટી બસ આવશે કે બંધ થઇ જશે. જો કે પરિવહન સેવા ચાલુ રાખવામાં આવી હતી. સરકાર દ્વારા કોઇ નિર્ણય નહીં લેવાય તો 15મીની મધરાતથી રાજ્ય વ્યાપી આંદોલનનો આરંભ થઇ જશે. તેના પગલે ગાંધીનગર ડેપોની તમામ બસના પૈડા થંભી જશે. જો કે સરકાર દ્વારા અમજનતા માટે પરિવહન સેવાની કોઇ વૈકલ્પિક વ્યવસ્થા હજુ સુધી વિચારવામાં આવી નથી.

ગાંધીનગર ડેપોના 500 પૈકી 400 કર્મચારી, માણસા ડેપોના તમામ 225 કર્મચારીઓ, દહેગામ ડેપોના તમામ 295 કર્મચારીઓ દ્વારા આજે માસ સીએલની રજાનો રિપોર્ટ ભરીને ડેપો મેનેજર સમક્ષ રજૂ કરી દેવાયો હતો. જ્યારે કલોલ ડેપોના 359 કર્મચારીઓ આવતી કાલ શુક્રવારે રજાનો રિપોર્ટ રજૂ કરવાના હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. એસટી નિગમના 3 યુનિયનના આગેવાનોએ આંદોલનને સમર્થન આપ્યુ છે. એસ.ટી નિગમના કર્મચારીઓ દ્વારા પગાર વધારા સહિતની માગણીઓ સરકાર સમક્ષ વારંવાર કરવામાં આવી હોવા છતાં કોઇ નિર્ણય લેવામાં આવતો નથી. તેના કારણે નારાજ થયેલા કર્મચારી મંડળની સંકલન સમિતિની એક બેઠક રાજકોટ ખાતે મળી હતી. તેમાં એસટી નિગમના અંદાજે 50 હજાર કર્મચારીઓને હજુ સુધી 3 વર્ષના મકાન ભથ્થાના તફાવતની રકમ તેમજ 7મા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો નથી. તેમજ અનેક ડ્રાયવરોને કન્ડક્ટરની ફરજનો બાજ નાંખી દઇ ડબલ ડ્યૂટીની જવાબદારીઓ નાંખી શોષણ કરવામાં આવી રહ્યું છે.

એસટી વિભાગના પડતર પ્રશ્નોને લઈને એસટી કર્મચારીઓએ પથિકા એસટી સ્ટેશન ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા -કલ્પેશભટ્ટ

એસટી કર્મચારીઓના સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

અન્ય સમાચારો પણ છે...