કલોલ શહેર એલઇડી લાઇટથી ઝળહળી ઉઠશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસરકાર દ્રારા શહેરી વિસ્તારોને એલ.ઇ.ડીથી સજ્જ કરવા કામગીરી હાથ ધરાઇ છે. જેમાં કલોલ નગરપાલિકા વિસ્તારને પણ એલ.ઇ.ડી. લાઇટથી ઝળહળતો કરવામાં આવનાર છે. તેનો આરંભ પંચવટી વિસ્તારથી શરૂ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં શહેર એલઇડી લાઇટના ઉજાશથી ઝળહળી ઉઠશે.

એલઇડી લાઇટના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન નગરપાલિકાની લાઇટ કમિટીના ચેરમેન તિમીરભાઇ જયસ્વાલના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રસંગે નગરપાલિકા પ્રમુખ આનંદિબેન પટેલ, ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા, કલોલ શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલ, મહામંત્રી ધર્મેન્દ્ર પટેલ, નાગરિકબેંક ચેરમેન ગોવિંદભાઇ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યાં હતાં.

લાઇટ ફિટીંગની કામગીરી પંચવટી વિસ્તારમાથી શરૂ કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...