તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા પંચાયતમાં 50 ટકાથી વધુ જુ.ક્લાર્કના અભાવે કામો ખોરંભે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આખારાજ્યનો વહિવટ જ્યાંથી થાય છે તે પાટનગરના જિલ્લાની સરકારી કચેરીઓમાં સ્ટાફનો અભાવ વર્તાઇ રહ્યો હોવાના કારણે રાજ્ય સરકારની વિકાસની વાતો પોકળ પુરવાર થઇ રહી છે. આવી પરિસ્થિતિ ગાંધીનગર જિલ્લામાં વર્તાય છે તો રાજ્યના છેવાડાના જિલ્લાની સરકારી કચેરીઓની દશા કેવી હશે.

જિલ્લા પંચાયત ભવનમાં આવેલી હિસાબી શાખામાં જુ.ક્લાર્કનું મહેકમ 20 કર્મચારીનું છે. તેની સામે હાલમાં માત્ર 6 જગ્યા ભરાયેલી છે અને 14 જગ્યા ખાલી પડી છે. એટલે કે મહેકમ કરતાં 50 ટકાથી પણ વધુ સ્ટાફનો અભાવ વર્તાઇ રહ્યો છે. તેના કારણે સમયસર કામ થઇ શકતુ નથી અને કામનો ભરાવો થઇ રહ્યો છે. ઉપરાંત ફરજ બજાવી રહેલા કર્મચારીઓના માથે કામનું ભરણ પણ બમણાથી વધારે છે. સંજોગોમાં કર્મચારીઓમાં કામ પ્રત્યે ભારે ઉદાસીનતા જોવા મળી રહી છે.

ઉપરાંત ગાંધીનગર જિલ્લા પંચાયત અને માણસા, કલોલ ગાંધીનગર અને દહેગામ મળી કુલ ચાર તાલુકા પંચાયતની કચેરીઓમાં પણ જુ.ક્લાર્કની જગ્યાઓ છેલ્લા ઘણાં સમયથી ભરાઇ શકી નથી. તેના કારણે વહિવટી કામો અટવાઇ પડ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વહિવટી શાખામાં વહિવટ માટે જુ.ક્લાર્કનું મહેકમ 95 કર્મચારીનું છે. તેની સામે હાલમાં 47 જુ.ક્લાર્ક ફરજ બજાવી રહ્ચયાં છે અને જુ.ક્લાર્ક 48 જગ્યાઓ ખાલી પડી છે. એક તરફ વર્ષ દરમિયાન અનેક કર્મચારીઓ વય નિવૃત્ત થઇ રહ્યાં છે તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા સમયસર ભરતી કરવામાં આવતી હોવાના કારણે પ્રજાના આવશ્યક પ્રશ્નોનો નિકાલ થતો નથી અને જિલ્લાનો વિકાસ ખોરંભે પડી રહ્યો છે.

કચેરીઓમાં મહેકમ પુરૂ થતા રૂંધાઇ રહેલો જિલ્લાનો વિકાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો