તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણીતાને ભરણપોષણ પેટે મહિને 9500 આપવા હૂકમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનારાપરમાં પરણાવેલી કલોલની યુવતીને ભરણપોષણ પેટે મહિને 9500 આપવાનો હુકમ કરતો ચૂકાદો કલોલની કોર્ટે આપ્યો હતો. ઉપરાંત કોર્ટ કાર્યવાહી પાછળ થયેલો રૂ.4 હજારનો ખર્ચ ચૂકવવા પણ આદેશ કર્યો હતો.

અંગેની વિગતો એવી છે કે કલોલમાં રહેતી અરૂણાબેનના લગ્ન ભુજના રાપરમાં રહેતા અરવિંદ હરગોવનદાસ પટેલ સાથે સમાજના રિતરીવાજ મુજબ થયા હતાં. લગ્નના થોડા સમય બાદ સાસરિયા અને કુટુંબીજનોએ કહ્યું હતું કે કરિયાવરમાં કેમ ઓછુ લાવી છું. તેમ કહી અવારનવાર દહેજની માગણી કરવામાં આવી હતી. તેમજ તારા બાપાએ જીયાણુ કેમ કર્યુ નથી. તેવા મહેણા ટોંણા મારી માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તે પછી અરૂણાબેનના પિતાએ ફ્રીજ સહિત ઘરવપરાશની અનેક વસ્તુઓ આપી હતી. તેમ છતાં તેની ઉપર ત્રાસ ગુજારવાનું ચાલુ રાખી તેને પહેરેલા કપડે ઘરેછી કાઢી મુકી હતી.

દરમિયાન પિત્રુ ગૃહે આવેલી અરૂણાબેને એડવોકેટ અરૂણભાઇ શાહ મારફતે કલોલની કોર્ટમાં ભરણપોષણ અને ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. કેસ દરમિયાન લાંબા સમય સુધી સુનાવણી ચાલી હતી.

તેમાં કોર્ટે હુકમ કર્યો હતો કે આરોપી પતિ અરવિંદ પટેલ અને સાસરિયાએ અરૂણાબેને તેમના ભરણપોષણ પેટે પ્રતિ માસ રૂ.9,500 ચૂકવવા અને કોર્ટ કેસ પેટે થયેલો રૂ.4 હજારનો ખર્ચ પણ આપવો.

કલોલની પાસેથી દહેજની માગણી કરી ત્રાસ અપાતો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો