તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થોળમાંથી જુગારધામ ઝડપાયુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાદરવોમહિનો ચાલી રહ્યો છે પરંતુ શકુનીઓતો શ્રાવણમાસની જેમ જુગાર રમી રહ્યા છે. કડીના થોળ પાસેના સિંધવાઇ માતાજીના મંદિર પાસેથી ગાંધીનગર આરઆરસેલે 13 જુગારીઓ સાથે મોટુ જુગારધામ ઝડપી પાડ્યું હતું. પોલીસે દાવમાં લગાવેલા પોણા લાખની રકમ સહિત રૂ. 93370નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કલોલના છત્રાલ વિસ્તારમાં ગાંધીનગર આરઆરસેલની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે પીએસઆઇ વી યુ ગડરિયાને બાતમી મળી હતી કે થોળના સિંધવાઇ માતાજીના મંદિરે જુગારધામ ધમધમી રહ્યું છે. ત્યારે સેલની ટીમે રેડ કરતા માતાજીના મંદિર નજીકના તળાવ પાસેની ઝાડીમાં 13 જુગારીઓ જુગાર રમી રહ્યા હતા઼. જેમાં સુમન જીવા પટેલ, અશોક સદા ઠાકોર, ડાહ્યા પના સલાટ, કાંતી નારણ મકવાણા, સલીમ અમરત કલાક, જેણા મેલા ઓડ, બળદેવ પ્રભુ પ્રજાપતિ, હેમલ જગદીશ શુક્લ, ચિરાગ ગીરીશ પરમાર, ડાહ્યા વાલા પંચાલ, ચિરાગ ગણપત ગોહિલ અને લાલા અમરત પંચાલ જુગાર રમતા પકડાયા હતાં.

13 જુગારીઓને પકડી પોણા લાખની રોકડ સાથેની મત્તા પકડાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો