• Gujarati News
  • જિલ્લામાં ચારના આકસ્મિકમોત

જિલ્લામાં ચારના આકસ્મિકમોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં માર્ગ અકસ્માત તથા અન્ય અકસ્માતોનાં કારણે જુદા જુદા વિસ્તારમાં 4 વ્યક્તિનાં મોત થયા હતા. જેમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે તથા કલોલમાં માર્ગ અકસ્માતમાં તેમજ કલોલમાં વિજ વાયરમાં ફસાયેલી પતંગ ઉતારવા જતા યુવાનનું મોત નિપજયુ હતું.

કલોલ તાલુકાનાં તેરસા પરમાં રહેતા 3 યુવાનો સવારે બાઇક પર કામે જવા નિકળ્યા હતા. માર્ગ પર યુવાનો બાઇક સાથે ઉભા હતા ત્યારે સામેથી આવી રહેલા ડમ્પરે યુવાનોને અડફેટે લેતા કિરણ ભાઇલાલભાઇ ઠાકોરનું ગંભીર ઇજાનાં પગલે સ્થળ પર કરૂણ મોત નિપજ્યુ હતું. જયારે ભવાનજી ઠાકોર તથા લાલાભાઇ ઠાકોરને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા. જયારે કલોલ તાલુકાની અન્ય ઘટનામાં છત્રાલમાં રહેતો યુવાન શ્રવણકુમાર મોહનપ્રસાદ દેલદાર(ઉ.વ.19) પોતાનાંઘર પાસે આવેલા ઇલેકટ્રીક થાંભલા પર ફસાયેલી પતંગ લોખંડના સળીયાથી ઉતારવા જતા વિજ શોક લાગ્યો હતો. જેનાંપગલે શ્રવણકુમારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલમાં મૃત્યુ થયુ હતું. જયારે ગુરૂવારની રાત્રે બોપલનાં રહેવાસી સતીષભાઇ રામકૃષ્ણ દેશપાંડે પોતાની હ્યુડાઇ કાર લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે અકસ્માતે કાર ડીવાઇડર સાથે અથડાઇ જતા સતીષભાઇને ગંભીર ઇજાઓ થતા સોલા સિવિલમાં દાખલ કરાયા હતા. જયાં સારવાર તેમનું શુક્વારે અવસાન થયુ હતું. ગાંધીગનર પાસેનાં નવા પાલજ ગામે બનેલી ઘટનાનાં પ્રાપ્ત વિગતોનુંસાર નવા પાલજમાં રહેતો સતીષ જીવાભાઇ રાવળ નામનો યુવાન સવારે નહાવા જતા પડી જતા અકસ્માતે મૃત્યુ પામ્યો હોવાનો મેસેજ મળતા પોલીસ દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતા યુવાનનાં ગળામાં નિશાન દેખાતા પરીવારજનોને વધારે પુછપરછ કરતા ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુટ હતું. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.