આજે પાટનગરમાં જન્માષ્ટમી-આઝાદ દિનની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લા કક્ષાના 71મા સ્વાતંત્ર પર્વની ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં સવારે 9 વાગે ધ્વજવંદન કાર્યક્રમનું શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ, કલોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જિલ્લાના કલોલ,માણસા, દહેગામ અને ગાંધીનગરમાં સ્વાતંત્ર દિનની ઉજવણી નિમિત્તે પરેડ, વિવિધ શાળાઓ દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન, દેશભક્તિના ગીત સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના પ્રભારી સચિવ સંજીવ કુમાર ઉપસ્થિત રહીને તિરંગાને સલામી આપશે.

દહેગામ શહેર અને તાલુકામાં રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. સ્વાતંત્ર્ય દિન પર્વે દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા ગામની પ્રાથમિક શાળા ખાતે મામલતદાર એચ.એલ.રાઠોડના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ થશે જ્યારે દહેગામની મ્યુનિસિપલ હાઇસ્કુલના મેદાનમાં નગર પાલિકા પ્રમુખ સરલાબેનના હસ્તે 9:15 કલાકે ધ્વજવંદન કરાશે. તાલુકા પંચાયત કચેરી ખાતે સવારે 9:00 કલાકે ધ્વજવંદન કરાશે અને શહેરની વનવિભાગની કચેરી,પોલીસ સ્ટેશન સહિતની કચેરી અને શહેરની વિવિધ શાળા અને કોલેજોમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

સેકટર 22, પંચદેવ મંદિરે ભવ્ય મેળો યોજાશે

ગાંધીનગરનાસેકટર 22ના પંચદેવ મંદિર ખાતે વર્ષોથી પરંપરાગત લોકો મેળો યોજાય છે. મેળામાં ગાંધીનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. વહેલી સવારથી લોકો માટે મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ લાગશે. તેમજ સાંજે મટકી ફોડ અને ભગવાનનો જન્મ દિવસ ઉજવવામાં આવશે.

પૂજા, મટકી ફોડ, રાસ લીલા અને પ્રવચનના કાર્યક્રમ

સરકારી કચેરીઓમાં રજાનો માહોલ

સરકારીકચેરીઓમાં રજાનો માહોલ શરૂ થઇ ગયો છે. રવિવાર બાદ ધણા કર્મચારીએ સોમવારની રજા મુકી હતી. મંગળવારે 15મી ઓગસ્ટની રજા છે અને તા. 17મીએ પતેતીની રજા હોવાના સંજોગોમાં આરોગ્ય કર્મચારીઓ સિવાયના વિભાગોમાં બે-ત્રણ રજા મુકી દેવાથી છેક આગામી સોમવાર સુધી રજાનું મીની વેકેશન ગોઠવી લાવામાં આવ્યું છે.

દહેગામ, માણસા,ગાંધીનગરમાં ધ્વજવંદન કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...