તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇફ્કો પાસેથી શિક્ષકના લમણે બંદૂક રાખીને અપહરણ કરી લુંટી લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ હાઈવે પર રોકડ સહિત 1.35 લાખની મતા, 6 લાખની ગાડીની લૂંટ

પાટણમાંરહેતા ઉદ્યોગપતિ અને શિક્ષક એવા યુવાનની કારને કલોલમાં હાઇ વે પર ઇફકો પ્લાન્ટ પાસે વહેલી સવારે પાછળથી આવેલી ગાડીએ ઇશારો કરીને આંતરી લીધા પછી તેમાંથી ઉતરેલા શખ્સોએ રિવોલ્વરની અણીએ ગાડી સહિત અપહરણ કરી લીધુ હતું. સવારે 6 વાગ્યા સુધી તેને ફેરવવા દરમિયાન રોકડ, સોનાની ચેન અને મોબાઇલ ફોન સહિત 1.35 લાખની મતા અને 6 લાખની ગાડી લઇ લૂંટારા પાલનપુર પાસે તેને ઉતારીને ફરાર થઇ ગયા હતાં. કલોલ પોલીસે બારામાં તેની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

પાટણમાં રહેતા અને ડભોડિયાપુરા (સોપારા) ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરવાની સાથે અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં કમલ સાફ્ટ પ્રા.લી. નામની ફેક્ટરીમાં ભાગીદાર એવો હિતેષ હરજીવનભાઇ પટેલ નામનો 43 વર્ષનો યુવાન તા. 12મીએ રાત્રે અમદાવાદમાં ભાગીદારો સાથે મિટીંગ કર્યા બાદ પરત પાટણ જતો હતો. દરમિયાન સવારે 4 વાગ્યાના અરસામાં કલોલ નજીક હાઇ વે પર પાછળથી ઓવરટેક કરીને સફેદ સ્વીફ્ટ ડિઝાયર કાર આવી હતી. તેમાં બેઠેલા શખ્સે ઇશારો કરીને ગાડીમાં વાંધો હોવાનું જણાવી પોતાની ગાડી દબાવતા શિક્ષકે પોતાની ગાડી ઉભી રાખી હતી.

સાથે ડિઝાયરમાંથી બે શખ્સો ઉતર્યા હતાં અને એક શખ્સે રિવોલ્વર બતાવી બાજુની શીટમાં બેસી જવા કહ્યુ હતું અને 45 હજાર રોકડા 70 હજારનો સોનાનો ચેન અને 20 હજારનો આઇફોન પડાવી અરસામાં પાલનપુર પાસે ઉતારી દઇ ગાડી લઇને નાશી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...