જિલ્લામાં સાર્વત્રિક પોણોથી સવા ઇંચ જેટલો વરસાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લાના ચારે તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ પોણોથી સવાઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જો કે શનિવારે દિવસ દરમિયાન અને રાત્રે 8 વાગ્યા સુધી ક્યાંયથી વરસાદના સમાચાર મળ્યાં હતાં. સૌથી વધુ દહેગામ તાલુકામાં 30 મીલીમીટર, કલોલમાં 25, માણસામાં 18 અને ગાંધીનગર તાલુકામાં 14 મીલીમીટર વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે.

છેલ્લા બે ત્રણ દિવસથી આકાશમાં વાદળો અને સુરજદાદા વચ્ચે સંતાકુકડી ચાલુ થવાની સાથે મોટા ભાગે સાંજ ઢળ્યા પછી મેઘ આગમન થવા લાગ્યું છે. જગતનો તાત તો જો કે હજુ આવી ઝાપટાવાળીથી સ્વાભાવિક રીતે ખુશ નથી અને એકધારા બે ત્રણ ઇંચ વરસાદની રાહમાં છે. આકાશી પાણીની રમઝટ બોલે અને જમીન પોચી પડે તથા થોડી ઠંડી પડે ત્યાર પાછી ખરા અર્થમાં વાવણીના શ્રીગણેશ કરવામાં આવશે.

ગાંધીનગર 2 ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ 37 ડિગ્રી અને લઘુત્તમ 4 ડિગ્રીથી વધુ ઘટીને 29.5 ડિગ્રી નોંધાયુ હતું.

દહેગામમાં 30, કલોલમાં 25મીમી પાણી વરસ્યું