કલોલ હાઇવે પર સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ હાઇવે પર સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

કલોલ| કલોલહાઇવે પર સિંદબાદ હોટલની બાજુમાં શુકન એવન્યું પાસે મહેસાણા કલોલ સર્વીસ રોડ પરથી ચાંદખેડા ભક્તિનગરમાં રહેતા અક્ષયભાઇ ભુપતભાઇ કોરાટ પોતાની સ્વીફ્ટ કાર (જી.જે.1 એચ.એસ.1640) લઇ પસાર થઇ રહ્યાં હતાં. ત્યારે બાડમેર જિલ્લાના ચોટાલા ગામે રહેતા કુમાનારામ નાથુરામ માજીરાણાએ પોતાની ટ્રક (આર.જે.38.જી.એ.2424) પુરઝડપે તેમજ ગફલત ભરી રીતે હંકારી સ્વીફ્ટ કારને ટક્કર મારી નુકશાન પહોચાડ્યુ હતુ. અંગે પોલીસ મથકે ફરિયાદના આધારે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...