કલોલમાં વિષ્ણુ સિનેમા સામેથી 5 જુગારી પકડાયા : મુદ્દામાલ કબજે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલમાંવિષ્ણુ સીનેમાં પાસે આવેલા પ્રજાપતિ વાસમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને રૂ.88,005ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કલોલના ટાવર ચોકની બાજુમાં આવેલા વિષ્ણુ સીનેમાની પાસેના પ્રજાપતિ વાસમાં ધર્મેશભાઇ ઉર્ફે સંજયભાઇ પ્રજાપતિના મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી. તેના આધારે શહેર પોલીસે દરોડો પાડ્યો હતો.ત્યારે જુગાર રમતા ધર્મેશ ઉર્ફે સંજય ગોવિંદભાઇ પ્રજાપતિ (રહે.પ્રજાપતિ વાસ,વિષ્ણુ સીનેમાં પાછળ હાલ રહે.27,મારૂતિ બંગ્લોઝ, પંચવટી વિસ્તાર,કલોલ) પ્રીયેન ગોવિંદભાઇ પટેલ, રહે.11/211 લક્ષ્મીનગર સોસાયટી,રાણીપ, જીતેન્દ્ર વિસાભાઇ પટેલ. રહે.ઉમિયા ચોક, સઇજ, માણેકલાલ રણછોડદાસ પટેલ રહે.પટેલવાસ, સઇજ, નટુભાઇ નારણદાસ પટેલ રહે.શારદા સોસાયટી, પંચવટી કલોલને જુગાર રમવાના સાધન સાહિત્ય સાથે ઝડપી લીધા હતાં.

પોલીસે તેમની પાસેથી રૂ. 50,005ની રોકડ તથા30 હજારની કિંમતના બે અને 8 હજારના પાંચ મોબાઇલ મળી કુલ. 88005નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંગે પાંચે શખ્સો વિરૂધ્ધ જુગાર ધારાનો ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ એ.એમ.પટેલે હાથ ધરી છે.

પ્રજાપતિ વાસમાં ચાલતા જુગારધામ પર દરોડો

અન્ય સમાચારો પણ છે...