• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • ધમાસણા ગામે ભાભીનાં બેસણામાં જતાં નણંદનું માર્ગ પર હીટ એન્ડ રનમાં મોત

ધમાસણા ગામે ભાભીનાં બેસણામાં જતાં નણંદનું માર્ગ પર હીટ એન્ડ રનમાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામતાલુકાનાં વાસણા રાઠોડનાં મુળ રહેવાસી અને હાલ અમદાવાદ રહેતા 76 વર્ષિય કપિલાબેન ભાણેજ સાથે બાઇક પર બેસીને ધમાસણા ભાભીનાં બેસણામાં જઇ રહ્યા હતા. ત્યારે ચ-3 સર્કલ પાસે અજાણ્યા વાહને ઉમેશભાઇનાં બાઇકને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા કપિલાબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. જયારે ભાણેજ ઉમેશભાઇને સામાન્ય ઇજાઓ પહોચી હતી.

ગાંધીનગર જિલ્લામાં વધી રહેલા જીવલેણ માર્ગ અકસ્માતો અટકાવવા પોલીસનાં પ્રયાસો છતા પ્રકારનાં બનાવો માનવ ભુલનાં કારણે વધી રહ્યા છે. તાજેતરમાં જિલ્લાનાં જુદા જુદા માર્ગો પર હીટ એન્ડ રનનાં બનાવોમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરમાં હિટ એ્ન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. સેકટર 7 પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર કપિલાબેન મહેન્દ્રભાઇ પંડ્યા (ઉ.વ.76) સોમવારે સાંજે બહેનનાં પુત્ર ઉમેશભાઇ સાથે બાઇક પર બેસીને કલોલનાં ધમાણસા રહેતા ઉમેશભાઇનાં મામી તથા કપીલાબેનનાં ભાભી સુમિત્રાબેનનાં બેસણામાં જઇ રહ્યા હતા. સવારે 8 વાગ્યાનાં અરસામાં ઉમેશભાઇનું બાઇક શહેરનાં ચ-3 સર્કલ પરથી પસાર થઇ રહ્યુ હતુ ત્યારે અજાણ્યો કાર ચાલક ઉમેશભાઇનાં બાઇકને ટક્કર મારીને નાસી ગયો હતો. અકસ્માતમાં ઉમેશભાઇ તથા કપિલાબેન ફંગોળાઇ જતા કપિલાબેનને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. જયારે ઉમેશભાઇને સામાન્ય ઇજાઓ પહોચી હતી. કપીલાબેનના સારવાર માટે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ઇજાઓ વધારે ગંભીર જણાતા પ્રાથમિક સારવાર આપીને અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન કપિલાબેનનું મોત નિપજ્યુ હતુ. જયારે ઉમેશભાઇને સામાન્ય ઇજાઓ પહોચી હોવાથી સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી. બનાવમાં કપિલાબેનનાં પુત્ર નિલેશભાઇ દ્રારા અજાણ્યા વાહન ચાલક સામે સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપવામાં આવતા સેકટર 7 પોલીસે દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...