પુનિત વન-વાઇલ્ડરનેશ પાર્કનો વિકાસ અટવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરમાંવિધાનસભાની પાછળ આવેલા પ્રકૃતિના ખોળે વિકસાવાયેલા વાઇલ્ડરનેશ પાર્ક અને પુનિત વનનાં સર્વાંગી વિકાસની યોજના હાથ ધરવા માટે 2014માં મ્યુનિસિપલ કમિશનર તરફથી સરકાર સમક્ષ દરખાસ્ત કરીને મુકાયેલી ૧૨પ લાખનાં ખર્ચની યોજના સચિવાલયમાં ટલ્લે ચઢી ગઇ છે. અહીં સસ્પેન્શન બ્રિજ, જોગીંગ ટ્રેક, તળાવ સુશોભન, લેન્ડ સ્કેપિંગ, વાંસના હટ અને સોલર લાઇટ્સ સહિતની સુવિધાઓ ઉભી કરવાની હતી અને આવી સુવિધાઓ ઉભી કરવાથી અહીં આવનારા મુલાકાતી કુદરત સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.

રાશિ અને નક્ષત્રના આધાર પર વિકસાવવામાં આવેલું પુનિત વન દેશભરમાં અજોડ હોવાની વાત તો નવી નથી. અહીં સંખ્યાબંધ મુલાકાતી આવે છે અને પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. પાટનગરમાં વસતા મહાનુભાવો અને નાગરિકો અહીં દરરોજ ચાલવા-દોડવા તથા યોગ-પ્રાણાયામ કરવા આવે છે. રજાનાં દિવસોમાં તો અહીં વાહન પાર્કિંગ કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવી પડે છે. ત્યારે જ્યાં કુદરતના અનેક રંગ વિખેરાયા છે. તેવા સ્થળનાં નૈસર્ગિક સૌંદર્યને અકબંધ રાખવા સાથે તેનો વધુ સારો વિકાસ કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.

રાજ્યના માર્ગ અને મકાન તથા પાટનગર યોજના મંત્રી ઉપરાંત શહેરી વિકાસ મંત્રી સાથે યોજના બારામાં ચર્ચા કરવામાં આવ્યાં બાદ તૈયાર કરવામાં આવેલી દરખાસ્તમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર જે આર ચૌધરીએ જણાવાયું હતું કે પુનિત વનમાં કિલોમીટર જેટલી લંબાઇનાં જોગીંગ ટ્રેકને વધુ સમથળ બનાવીને લાલ માટીથી સુરક્ષિત કરવાનું જરૂરી છે. તળાવની સુરક્ષા અને સૌંદર્ય નિખારવા હજાર ચોરસ મીટર વિસ્તારમાં ચેકર્ડ ટાઇલ્સ લગાડવી છે. ઉપરાંત પ્રવાસીઓ નિરાંતે બેસી શકે તેના માટે વાંસના હટ બનાવવા જરૂરી છે.

જ્યારે વાઇલ્ડરનેશ પાર્કમાં લેન્ડ સ્કેપિંગ કરીને વાંસનું વન વિકસાવવામાં આવે અને તેની સાથો સાથ જરૂરી સ્થળો નક્કી કરીને ત્યાં સસ્પેન્શન બ્રિજ બાંધવામાં આવે તો મુલાકાતી માટે નવાં આકર્ષણ ઉભા થશે. વાઇલ્ડરનેશ પાર્કમાં આવતાં કોતરોને ફુલોથી આચ્છાદિત કરવા માટે વિશેષ પ્રકારે ફુલ ઝાડ અને વેલાનું વાવેતર કરીને તેને ઉછેરવામાં આવે તો તે મનોહારી બની શકે તેમ છે. ઉપરાંત પાર્કમાં પુનિત વનની જેમ સોલર લાઇટ્સ લગાડવામાં આવે તો વધારાની સુવિધા મળી રહેશે. ઉપરોક્ત તમામ કામ કરવા પાછળ ૧.૨પ કરોડનાં ખર્ચનો અંદાજ અપાયો હતો.

યોજના સચિવાલયમાં ખોવાઇ | જોગીંગ ટ્રેક, તળાવ સુશોભન, વાંસના હટ અને સોલર લાઇટ્સનો સમાવેશ થતો હતો

ગાંધીનગર શહેરની શોભા અને નવલાં નજરાણા સમાન વાઇલ્ડરનેશ પાર્ક અને પુનિત વનનાં સર્વાંગી વિકાસની યોજના હાથ ધરવા માટે 2014માં મ્યુનિસિપલ કમિશનર તરફથી સરકાર સમક્ષ દરખાસ્ત કરીને મુકાયેલી ૧૨પ લાખનાં ખર્ચની યોજના સચિવાલયમાં ટલ્લે ચઢી ગઇ છે.

આવી કોઇ વિકાસ દરખાસ્ત મંજુર થઇને આવી નથી: ડીએમસી

પુનિત વન અને વાઇલ્ડરનેશ પાર્કને મહાપાલિકા તરફથી વિકસાવવામાં આવે તેવી દરખાસ્ત સરકારમાંથી મંજુર થઇને આવી નથી. પરંતુ સરકાર તરફથી કહેવામાં આવશે તો કામગીરી ભવિસ્યમાં સ્માટ4 સિટી અંતર્ગત હાથ પર લઇ શાકશે. હાલમાં મહાપાલિકા દ્વારા સરિતા ઉદ્યાન અને બાલોદ્યાનને વિકસાવવાની યોજના રૂપિયા 10 કરોડના ખર્ચથી હાથ ધરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...