રામનગર કેનાલનું પાણી જોવા મુદ્દે મારામારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલનામોટીભોયણ ગામમાં રહેતા મુકેશજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે, તે અને સરપંચ નટુજી તથા તથા તેમના પિતા સોમાજી વગેરે રામનગર તરફ જતી કાચી કેનાલનું પાણી જોવા માટે ગયા હતા. તે દરમિયાન તેમને ગામના વિષ્ણુજી તથા કાળાજી બધા મળી ને વાતો કરતા સાથે ચાલતા હતા. દરમિયાન ત્રણે કેનાલ ઉપર હાજર હતા અને હુડકોનો બોર નજીક આવતા ગામમાં રહેતો ઠાકોર અશોક કાનાજી તથા મંગા અરજણજી તથા કિરણ ઉર્ફે નીકુલ બાબુજી પણ કેનાલે હાજર હતા. દરમિયાન અશોક ઉશ્કેરાઇ ગયો હતો. અને ગાળો બોલવા લાગ્યો હતો અને ગાળો બોલવાની ના પાડતા તેણે મુકેશજીને માર મારવા લાગ્યો હતો. તેની સાથે રહેલો મંગાજી અને કિરણ પણ અશોકનું ઉપરાણુ લઇને મુકેશ ઉપર તુટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...