વાવોલમાં શખ્સ વરલીનો જુગાર રમતા ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સેકટર 7 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની ટીમ રવીવારે બપોરનાં સુમારે વાવોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે વાવોલ ફાટક પાસે આવેલી મસ્જીદની પાસે એક શખ્સ વરલીનો જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી. ડી સ્ટાફે આ વિસ્તારમાં વોચ સાથે આંટાફેરા શરૂ કરતા એક શખ્સ કાગળ તથા પેન લઇને ઉભેલો જોવા મળતા દબોચી લીધો હતો. કાગળોમાં વરલીનાં જુદા જુદા આંકડા તથા એમઓ(મિલન), કેઓ(કલ્યાણ) જેવા નામો તથા જુદા જુદા વરલીનાં આંકડાઓ લખેલા હતા. જેના પગલે પોલીસે હુશેન શેખ નામનાં આ શખ્સની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...