તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ABVP દ્વારા કોલેજના પ્રિન્સિપાલને આવેદન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખિલભારતીય વિદ્યાર્થી પરિષદના યુવાનો દ્વારા ગુરૂ પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. ગાંધીનગર સહિત જિલ્લાના કલોલ, માણસા અને દહેગામની 15 કોલેજના પ્રિન્સિપાલને પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરાયા બાદ કોલેજના વિદ્યાર્થીને સ્પર્શતી સમસ્યા અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કોલેજમાં ક્લાસરૂમને લગતી, પાણીની સમસ્યા, લેક્ચર અને સ્વચ્છતા અંગે રજુઆત કરવામાં આવી હતી. તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રિન્સિપાલે બાહેંધરી આપી હતી.

વિદ્યાર્થી પરિષદના ભગીરથ માંડવીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 1949ની 9મી જુલાઇએ એબીવીપીની સ્થાપના થઇ હતી. જે દિવસને વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે દિવસે ગુરૂ પૂ્ર્ણિમા નિમિત્તે ગાંધીનગર સહિત જિલ્લાની 15 કોલેજમાં ગુરૂ પૂર્ણિમા પર્વની ઉજવવામાં આવ્યો હતો. જેમાં પ્રિન્સિપાલને પુષ્પ આપીને વિદ્યાર્થીઓની સમસ્યાઓની રજુઆત કરાઇ હતી. જેમાં સરકારી પોલીટેક્નીક કોલેજ સેકટર 26માં ડિપ્લોમાં-બાયો મેડિકલ વિભાગમાં બાયો-મેડિકલ ખાતાના અધ્યાપકની વડા તરીકે નિમણૂંક કરવાની વિદ્યાર્થીઓ માંગ કરી છે.

એબીવીપીના સ્થાપના દિવસ ઉજવણી

અન્ય સમાચારો પણ છે...