તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • ભાસ્કર િવશેષ | જિલ્લામાં બેન્ક રિકવરી, ચેક રિટર્ન તથા પ્રોહિબિશનને લગતા કેસો વધારે

ભાસ્કર િવશેષ | જિલ્લામાં બેન્ક રિકવરી, ચેક રિટર્ન તથા પ્રોહિબિશનને લગતા કેસો વધારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યાયાલયોમાંવધી રહેલા ભારણને ઘટાડવા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા સમયાંતરે લોક અદાલતોનું આયોજન કરીને કેસોનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા માણસા, દહેગામ, કલોલ તથા ગાંધીનગરમાં યોજવામાં આવેલી લોક અદાલતમાં કુલ 20.35 કરોડનાં લેતી-દેતીનાં વિવાદીત વ્યવહારોનું સેટલમેન્ટ કરવામાં આવ્યુ હતુ.જયારે જિલ્લાભરનાં કુલ 1397 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ચારેય તાલુકામાંથી લોક અદાલતમાં 1630 પડતર કેસો મુકાયા હતા. જેમાં ચેક રીટર્નને લગતા ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ સંબંધીત 558 જેટલા કેસોમાંથી 218 જેટલા કેસોનો સ્થળ પર નિકાલ કરીને રૂ. 2.25 લાખની રકમનું સેટલમેન્ટ કરાવી દેવામાં આવ્યુ હતુ. જયારે વાહન અકસ્માત તથા એમએસીટીનાં મુકાયેલા કુલ 119 કેસોમાંથી 84 કેસોનો નિકાલ કરીને રૂ. 19.09 કરોડનું સેટલમેન્ટ કરાયુ હતુ. લેબર ડીસ્પ્યુટ સંબંધીત 33 જેટલા કેસોમાં રૂ. 2.93 લાખનું સેન્ટમેન્ટ કરીને નિકાલ કરાયો હતો. ઇલેક્ટ્રીસીટી બીલ, લગ્ન સંબંધીત વિવાદ, જુગાર, પ્રોહીબીશન, લેબર એક્ટ સહિતનાં કેસો પર કામગીરી થઈ હતી. લોક અદાલતમાં મુકાયેલા કેસોમાં સૌથી વધુ કેસો બેન્ક રીકવરી તથા પ્રોહીબીશનનાં જુના કાયદાને લગતા હતા. પ્રિલીટીગેશનને લગતા લોક અદાલત પાસે આવેલા 5950 કેસોમાંથી 475 કેસોનો નિકાલ કરાયો હતો.

લોક અદાલતમાં 20.35 કરોડનું સેટલમેન્ટ, 1400 કેસનો નિકાલ

અન્ય સમાચારો પણ છે...