તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભંગાર રસ્તાઓ,ગંદકી કલોલની નવી ઓળખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલમાં નટ નગર, બનાશ નગર, મટવા કુવા, અહેમદીપાર્ક, પાનસર ચોકડી, સોમનાથનગર, નવજીવન મિલની ચાલી, 32 ક્વાર્ટસ વગેરે વિસ્તરો સહિત સરકારી સીવીલના મુખ્ય ગેટ પાસે, નગરપાલીકા ભવન સામે, ભવાનીનગર, નવજીવન મિલની ચાલી પાસે અને બી.વી.એમ.ફાટક પાસેના વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. તેના લીધે રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે.

બીજી બાજુ ટાવર ચોકથી ખુની બંગ્લા તરફ, મટવા કુવાથી જુમ્મા મસ્જીદ તરફ , જુના ચોરાથી ટાવર તરફ , સ્ટેશન રોડ તરફ, ત્રણ આંગળી સર્કલથી કોબ્રા સર્કલ, અંબાજી માતાના મંદિર પાસેથી કોબ્રા સર્કલ સુધી ટાવરથી અંજુમન સ્કુલ તરફ તેમજ, શાક માર્કેટથી મટવાકુવા તરફના રોડમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. ત્યારે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર તેમજ શહેર પ્રમુખ ધનજીભાઇ પરમાર સહીત કાઉન્સિલરો કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોએ પ્રાંત ઓફીસર અને ચિફ ઓફીસરને આવેદન પત્ર આપ્યુ હતુ. તાકીદે સમારકામ નહીં કરવામાં આવેતો 7 દિવસની અંદર પાલિકા સમક્ષ સત્યાગ્રહ જેવા કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

શહેર કોંગ્રેસે ચીફ ઓફિસરનેે આવેદનપત્ર આપ્યું

અન્ય સમાચારો પણ છે...