• Gujarati News
  • શંકાશિલ પતિએ પત્ની પર ધારિયાથી હુમલો કરતાં ચકચાર

શંકાશિલ પતિએ પત્ની પર ધારિયાથી હુમલો કરતાં ચકચાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ |કલોલતાલુકાના પાનસર ગામે રહેતી પારૂલબેન ઉપર તેનો પતિ ભરતભાઇ નાયક ખોટી શંકા કરી રકઝક કરતો હતો. તે વખતે વાતાવરણ ઉગ્ર બનતાં ભરતભાઇ એકાએક ઉશ્કેરાઇ ગયો હતો અને પારૂલબેન ઉપર ઘારિયાથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પારૂલબેનને માથાના ભાગે તેમજ બરડાના ભાગે ઇજા થવા પામી હતી. ઇજાના કારણે પારૂલબેને બુમરાણ મચાવી મુકી હતી.