તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલ | માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ તેનો ઉછેર કરવાની વ્યવસ્થા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ તેનો ઉછેર કરવાની વ્યવસ્થા પણ ગોઠવતી કલોલ સ્થિતિ ગ્રીન પ્લાનેટ સંસ્થા દ્વારા વર્ષે ૫૦૦૦ વૃક્ષોના ટાર્ગેટ સાથે વિકસીત રોપાઓનું વાવેતર ચાલુ કરાયું છે. “વૃક્ષો લગાવો નહી પરંતુ વૃક્ષોને ઉછેરો”ના નારા સાથે સંસ્થા સમગ્ર ચોમાસા દરમિયાન સુરક્ષીત જગ્યાઓ પર વૃક્ષારોપણની પ્રવૃતિ ચાલુ રાખશે. પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટ વૃક્ષ દત્તક યોજના દ્વારા એક ટ્રી ગાર્ડ અને એક વિકસીત રોપો સાચા વૃક્ષ મિત્રને દત્તક આપી બાંહેધરી પણ લેશે. સંસ્થા દ્વારા દર અઠવાડિયે વૃક્ષોને પાણી પીવડાવવાનું અને તેમનું સિંચન કરવાની પણ જવાબદારી ઉપાડવામાં આવી છે.

કલોલ સ્થિત પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટ દ્વારા વૃક્ષારોપણ

અન્ય સમાચારો પણ છે...