તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલની જૂથ અથડામણમાં વધુ 9 ઝડપાયા : અન્ય 9 જેલ હવાલે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલશહેર થયેલી જૂથ અથડામણમાં પોલીસે વધુ 9 શખ્સોની આજે ધરપકડ કરી તપાસનો દોર ડીવાયએસપીએ હાથ ઉપર લીધો છે. જો કે બન્ને જૂથ વચ્ચે સર્જાયેલા રોષને થાળે પાડી હવે પછી કોઇ અનિચ્છનિય બનાવ બને તે માટે ડીવાયએસપી અતુલ બારોટ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.

કલોલ હાઇ-વે પર રાખવામાં આવેલી રબારી તથા પટેલ સમાજની સમાધાન બેઠકમાં માથાકુટ થયા બાદ મારામારી થઇ હતી. તે અંગે સામ સામે ફરિયાદો નોંધાઇ હતી. કલોલ પોલીસે દિશામાં કાર્યવાહી હાથ ધરીને આરોપી જીગર ઉર્ફે આર્મી રતિલાલ મકવાણા, દિપક ગફુરભાઇ દેસાઇ, મનિષ કાન્તીલાલ પટેલ, નિશીત અરવિંદભાઇ પટેલ, સૌરભ પ્રહલાદભાઇ પટેલ, હર્ષ ઉર્ફે મોન્ટી કાન્તીભાઇ પટેલ, કનૈયાલાલ ભગવાનદાસ પટેલની ધરપકડ કરી હતી. તે પૈકી જીગર ઉર્ફે આર્મી, દિપક દેસાઇ, મનિષ પટેલ, નિશીત પટેલ અને સૌરભ પટેલ સહિત પાંચ જણાને કોર્ટમાં રજૂ કર્યા હતાં.

કોર્ટે પાંચેય આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. તે પછી પીઆઇ વી.ડી વાળાએ બુધવારે કૌશિક ઉર્ફે ભદ્રેશ પટેલ અને સુધીર પટેલને ઝડપી લઇ સાબરમતી જેલ હવાલે કરાયા હતાં. 2 આરોપી સાથે અગાઉ પકડાયેલા 7 આરોપી સાથે કુલ 9 શખ્સોને સાબરમતી જેલ હવાલે કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો