તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Kalol
 • કલોલ પ્રા.શાળા નં.1 માં CRC કક્ષાનું ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ પ્રા.શાળા નં.1 માં CRC કક્ષાનું ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલમાંટાવર પાસે આવેલી સરકારી શાળા નં.1 માં સી.આર.સી કક્ષાનો ગણિત,વિજ્ઞાન, પર્યાવર અંગે પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું. તેમાં ધો.1થી 8માં અભ્યાસ કરતા છાત્રોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં કલોલની સરકારી શાળા નં.1 થી 6ના છાત્રો જોડાયા હતા. શાળાનં.4 ની વિદ્યાર્થિનીઓ દિવ્યા ચૌહાણ, હિરલ પ્રજાપતિએ પર્યાવરણ બચાવવા માટે તથા વીજ પાવર બચાવવા માટે તેમજ ભવિષ્યમાં વીજળીની તંગી ના ઉદભવે તે માટે એલ.ઇ.ડી.લાઇટ માટે સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો. સરકારી શાળા સહિત ખાનગી નવરંગ સ્કૂલ સેન્ટ ઝેવીવર્સ,ઇશ્વર પ્રા.શાળાએ પણ ભાગ લીધો હતો. પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે એસ.એમ.સી.શિક્ષણ વિદ્ર અશોકસીંગ છાબડા, સીઆરસી કોઓર્ડીનેટર મહેશભાઇ પ્રજાપતિ તેમજ શાળાનં.4 ના પ્રિન્સીપાલ ગીરીશભાઇ પ્રજાપતિએ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમનુ સંચાલન શાળાનં.1 ના જીગરભાઇ સોનીએ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો