તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Kalol
 • નિસર્ગ સાયન્સ સેન્ટર અને ગુજકોસ્ટના સહયોગથી ગ્રામ્યમાં IT ક્વિઝ સંપન્ન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિસર્ગ સાયન્સ સેન્ટર અને ગુજકોસ્ટના સહયોગથી ગ્રામ્યમાં IT ક્વિઝ સંપન્ન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતકાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને નિસર્ગ સાયન્સ સેન્ટરના સહયોગથી ગ્રામ્ય વિસ્તારનાં વિદ્યાર્થીઓ માટે આઇટી ક્વિઝનું આયોજન કરાયુ હતું. જેનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારના બાળકો ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્પ્યુટર ફિલ્ડ પ્રત્યે જાગૃત થાય અને ટેકનોલોજીનો ઉપયોગ કરે તેવો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસના સહયોગથી યોજાયેલી આઇટી ક્વિઝમાં ગ્રામ્ય વિસ્તારોની 22 શાળાઓના 132 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતાં. જેમાં રાજ્યકક્ષાની આઇટી ક્વિઝ સ્પર્ધામાં 10 ટીમોની પસંદગી કરાઇ હતી.

નેશનલ રૂરલ આઇટી ક્વિઝ 2016 અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધા નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે યોજાઇ હતી.જેમાં પ્રથમ નંબરે માણસાની શાળા જ્યોતિ વિદ્યાલયના વત્સલ પટેલ અને સત્યજીતસિંહ ચાવડા, બીજા નંબરે શેઠ સી યુ શાળાના વિરાટ પંડ્યા અને પ્રિન્સ પટેલ, જ્યોતિ વિદ્યાલય રીદ્રોલના કેયુર પટેલ અને આર્યન પટેલ, લોદરાની કે સી એમ પટેલ પ્રાયમરી સ્કૂલના વંશ પટેલ અને વેદ પ્રજાપતિ, વાવોલ સ્થિત એમબી પટેલ સાર્વજનિક સ્કૂલના વિરેન્દ્ર ગોલ અને ઇન્દ્રજીત પ્રજાપતિ, ગાંધીનગરના ઇસનપુર મોટાની શેઠ ભીખાભાઇ હાઇસ્કૂલના નિશાંત પ્રજાપતિ અને કિશન શર્મા, સરઢવની શેઠ એસ એમ સાર્વજનિક હાઇસ્કૂલ લય ઠાકર અને ઋત્વિક રબારી, કલોલની પાનસરની એસ સી બી હાઇસ્કૂલના જયેશ રાવલ અને સુનીલ રાવલ, અમિયતપુરા તપોવન સંસ્કાર પીઠ વિદ્યાલયના કલ્પ ગાંધી અને ઝીલ શાહ, ધૈર્ય જાલમોરા અને શાહ હર્ષિત વિજેતા થયા હતાં. તમામ વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અેનાયત કરવામાં આવ્યા હતાં.

રૂરલ આઇટી ક્વિઝમાં 22 ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો