તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ અંડરબ્રિજમાં અડ્ડો જમાવતા રિક્ષાચાલકો પર પોલીસની તવાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલશહેરમાં કાર્યરત વણકર યુવા સમિતિની રજૂઆતના પગલે અંડરબ્રિજમાં પોલીસ પોઇન્ટ મુકવામાં આવ્યો છે. તેના કારણે ટ્રાફિક જામ થવાની સમશ્યાનો અંત આવ્યો છે. બ્રીજ નીચે આડેધટ વાહનો પાર્ક કરનારા રિક્ષા ચાલકો પાસેથી પોલીસે દંડ વસૂલ કર્યો હતો. પોલીસની પ્રાકારની કાર્યવાહીથી શહેરના અન્ય વાહનચાલકોને મોટી રાહત મળી હતી.

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અંડરબ્રિજની અંદેર અનેક રિક્ષા ચાલકો અડ્ડો જમાવીને બેસી જતા હતાં. તેના કારણે વારંવાર ટ્રાફિક જામ થઇ જતો હતો. પ્રકારે ટ્રાફિકને નડતરરૂપ રીક્ષા ચાલકોને ફરજ પરના હોમગાર્ડના જવાને તેમના વાહનો હટાવવા જણાવ્યું હતુ. ત્યારે ઉશ્કેરાઇ ગયેલા રિક્ષા ચાલકે અને હોમગાર્ડ જવાન વચ્ચે તુ તુ મેં મેં થઇ હતી. તેની જાણ શહેર પોલીસને થતાં પી.આઇ વી.ડી.વાળા અને પી.એસ.આઇ અનિલ ચૌહાણ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. એક સાથે પોલીસનો કાફલો આવતા બજારના વેપારીઓ પણ અચરજમાં પડી ગયા હતા. ત્યારે પોલીસે ટ્રાફીકને અડચણ કરતા રિક્ષા ચાલકોને ઝડપી લઇ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.

હોમગાર્ડ સાથે દાદાગીરી કરનારા રિક્ષાચાલકો પાસેથી દંડ વસૂલ્યો

ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પોલીસની ખાસ ઝુંબેશ

શહેર પોલીસે જણાવ્યું કે આગામી સમયમાં શહેરના માર્ગો ઉપર વારંવાર સર્જાતી ટ્રાફિક સમશ્યાના ઉપાય માટે તાલુકાના ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સાંકડા માર્ગો ઉપર આડેધડ વાહનો પાર્ક કરનારા માલિકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. તેમજ વારંવાર ટ્રાફિક જામ થાય તેવા સ્થળો ઉપર ટ્રાફિક પોલીસ સાથે શહેર પોલીસ બંદોબસ્તમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો