• Gujarati News
  • સરકારી આવાસોમાંથી સામાનની ચોરી કરતા ત્રણ યુવકોની ધરપકડ

સરકારી આવાસોમાંથી સામાનની ચોરી કરતા ત્રણ યુવકોની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરશહેરનાં જુદા જુદા સેકટરોમાં આવેલા બંધ સરકારી આવાસો તથા અન્ય સ્થળો પરથી લોખંડનાં માલ સામાનની ચોરી કરતા 3 યુવકોની ગાંધીનગર એસસીબી દ્વારા ધરપકડ કરવામાં આવે છે. પોલીસ સુત્રોનાં જણાવ્યાનુંસાર ત્રણેય આરોપીઓએ નાનપણથી માતા પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ બંધ સરકારી આવાસોમાં છુપકીદીથી રહેતા હતા.

પ્રાપ્ત વિગતોનુંસાર ગાંધીનગર એલસીબીનાં પીએસઆઇ એન એન ચાવડા તથા એએસઆઇ કરણસિંહ સહિતનાં જવાનો રવિવારની રાત્રે શહેરમાં નાઇટ પેટ્રોલીગમાં હતા ત્યારે સેકટર 12માં ઉમીયા માતાજીનાં મંદીર પાછળનાં વન વિભાગનાં ઝાડી વિસ્તારમાંથી 3 યુવકો મહેશ ઉર્ફે રાવડી રામાભાઇ પ્રજાપતિ (રહે મુળ માણસા પાંજરાપોળ પાસે), અમરસિંહ ઉર્ફે ગુદો ઠાકોર (રહે મુળ નાસ્મેદ તા કલોલ) તથા રણજીત મહેશભાઇ દંતાણી (રહે મુળ કડી, કુંડાળા પેટ્રોલપંપ પાસે)ને લોખંડની પાઇપો લઇને જતા જોયા હતા.

એલસીબી ટીમે તેઓની અટક કરી પુછપરછ કરતા પાઇપો ચોરીને લઇ જતા હોવાનું ખુલ્યુ હતું. પોલીસે વધુ કડક પુછપરછ કરતા તેઓની પાસેથી અન્ય પાઇપો તથા સરકારી આવાસોમાંથી ચોરેલો લોખંડનો સામાન મળી આવ્યો હતો. યુવકો છેલ્લા 4 માસથી પ્રકારની ચોરીઓ કરતા હોવાનું પોલીસનાં ધ્યાને આવ્યુ છે. જેમાં મહેશ દંતાણી નામનો યુવાન સેકટર 7માંથી 40 જેટલા મોબાઇલની ચોરીમાં પણ અગાઉ પકડાયો હતો. જયારે અમરસિંહની સેકટર 7 પોલીસ દ્વારા ભંગાર ચોરીનાં ગુનામાં અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનાં જણાવ્યાનુંસાર ત્રણેય યુવક આરોપીઓનાં માતા પિતાનાં અવસાન થયેલ છે. ત્રણેય જુદા જુદા વિસ્તારનાં છે. રહેવા માટે ઘર હોવાથી સેકટર 7માં કેટેગરીનાં ટાઇપમાં બંધ પડેલા સરકારી મકાનનાં ધાબા પર રહેતા હતા. ત્રણેય સામે ગુનો દાખલ કરીને પોલીસ કાયદેસરની કાર્ય વાહી હાથ ધરી છે.