• Gujarati News
  • મોટી ભોંયણના ડૂબી જતાં મોત

મોટી ભોંયણના ડૂબી જતાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટી ભોંયણના ડૂબી જતાં મોત

કલોલ|કલોલ તાલુકાના મોટી ભોંયણમાં આવેલા તળાવમાં અક્સમાતે પડી જતાં 40 વર્ષના પુરૂષનું ડૂબી જવાથી મોત થયુ હતું. અંગે કલોલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર મોટી ભોંયણમાં રહેતા ભરતજી ઠાકોરે જાણ કરી હતી કે ભેલાજી ગાંડાજી ઠાકોર (ઉં-40) ગઇ કાલે બપોરના સમયે ટાટા હાઉસીંગ સામે આવાલા તળાવ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં., ત્યારે અચાનક તેમનો પગ લપસી પડતાં તેઓ અકસ્માતે તળાવના પાણીમાં પડી ગયા હતાં. તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેઓ મૃત હાલતમાં મળ્યા હતાં. અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલથી બાઇકની ઉઠાંતરી

કલોલ|કલોલશહેરની મોતીનગર સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઇ અમૃતભાઇ પટેલ પોતાનું એકસીસ સુઝકી ( જીજે 18 સી.સી.6006) લઇ પૂર્વ વિસ્તારમાં રોડ ઉપર પાર્ક કર્યુ હતુ અને તેઓ શ્રીજી ઇન્ટરેઇન દુકાનમાં ગયા હતાં. ત્યારે કોઇ અજાણ્યા શખ્સો તેમનું એકસીસ લઇ પલાયન થઇ ગયા હતાં. અંગે ઘનશ્યામભાઇની ફરિયાદના આધારે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે છેલ્લા થોડા સમયથી વાહનચોરીના બનાવો ઉપર બ્રેક વાગી હતી, પરંતુ હવે પુન:વાહનચોર શખ્સો સક્રિય થયા હોય તેમ ઉપરા ઉપરી વાહન ચોરીના બનાવો બની રહ્યાં છે.

સોજામાં પરિણીતાનું મોત

કલોલ|કલોલતાલુકાના સોજા ગામે પ્રાયમસ પર ચા બનાવતી ‌વખતે પરિણિત મહિલા શરીરે ગંભીર રીતે દાજી ગઇ હતી. જેથી જેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતાં પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સોજા ગામે રહેતી જયાબેન શૈલેષભાઇ ઠાકોર (ઉં.વ.40) પોતાના ઘરે પ્રાયમસ પર ચા બનાવી રહી હતી. ત્યારે અચાનક પ્રાયમસની ઝાળ તેના કપડાને લાગી હતી. તેનાી કપડા સળગવા લાગતાં તે શરીરે ગંભીર રીતે દાજી ઉઠી હતી. જેને તાબડતોડ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન જયાબેનનું મોત નિપજ્યું હતું.

છત્રાલમાં અકસ્માતમાં મોત

કલોલ|કલોલ તાલુકાના છત્રાલ ગામે પુરપાટ જઇ રહેલી રિક્ષા એકાએક પલટી ખાઇ જતાં અક્સમાત સજાર્યો હતો. જેમાં રિક્ષા ડ્રાયવરને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું .અકસ્માત અંગે તાલુકા પોલીસે નોંધ કરી તપા