• Gujarati News
  • કલોલમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાની ગરીમા ભૂલાઇ

કલોલમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાની ગરીમા ભૂલાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાની ગરીમા ભૂલાઇ

કલોલ શહેરમાં સ્વામી વિવેકાનંદ ચોક જાણીતો વિસ્તાર કહેવાય છે. ચાર રસ્તાના સર્કલ ઉપર સ્વામી વિવેકાનંદની પ્રતિમા મૂકવામાં આવી છે. પરંતુ તેની ફરતે કરાયેલી રેલીંગ છેલ્લા ઘણાં સમયથી તૂટી જવા પામી છે. તેમ છતાં તંત્ર દ્વારા પ્રકારની ગંભીર બાબતની નોંધ લેવામાં આવતી નથી. તેના કારણે આપણા દેશના મહાપુરૂષોની પ્રતિમાની અવગણના થઇ રહી છે અને તેમની ગરીમાને ઠેસ પહોંચાડવામાં આવી રહી હોવાની લાગણી કલોલના અગેવાન નાગરિકો વ્યક્ત કરી રહ્યાં છે./ધર્મેન્દ્ર જોષી