જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર પોઝિટિવ કેસ 27, મૃત્યુઆંક 9 થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા આરોગ્ય સુત્રોનાં જણાવ્યા અનુસાર વર્ષ 2017માં ગાંધીનગરમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફલુ પોઝિટિવનાં કુલ 5 કેસ સામે આવ્યા છે. જેમાં 1નંુ મૃત્યુ થયંુ છે. જયારે કલોલ, દહેગામ, માણસા તથા ગાંધીનગર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ 22 કેસો મળ્યા છે અને 8 લોકોનાં મૃત્યુ થયા છે. જેમાં કલોલ તાલુકાનાં જામળાનાં 52 વર્ષીય આધેડનો પણ સમાવેશ થાય છે.

જામળામાં રહેતા આધેડને ગત તા 3જીનો રોજ તાવ આવતા બીજા દિવસે ગામનાં ખાનગી તબીબ પાસે સારવાર લીધી હતી. દવાથી સારું થતાં પલીયડની હોસ્પીટલમાં સારવાર લીધી હતી.

પિતાની બિમારીની જાણ થતા અમદાવાદ રહેતો પુત્ર રાણીપ લઇ ગયો હતો. જયાં ફરી તાવ આવતા માણસાની ખાનગી હોસ્પિટલમાં લઇ જતા ગાંધીનગર સિવિલમાં રીફર કર્યા હતા. સિવિલમાં સારવાર આપી તા 9મીનાં રોજ પરત મોકલ્યા હતા અને તબીયત વધારે ખરાબ થતા અમદાવાદ ભીમજીપુરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને સ્વાઇન ફ્લૂની શંકા જતા રીપોર્ટ મોકલ્યો હતો. 10મી તારીખે તેમનો સ્વાઇન ફ્લુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને હાલ અમદાવાદની એક હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. જેને પગલે કલોલનાં સોજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર તથા તેમની ટીમ દ્વારા જામળામાં દર્દીનાં ઘરની મુલાકાત લઇને આસપાસનાં 5 ઘરોમાં સર્વે કરાયો હતો.

સેક્ટર 6માં ઝાડ ઉપર સામાન ગોઠવી દેતા તેમાં દવાનો છંટકાવ કેવી રીતે કરવો તેની મૂંઝવણ મેલેરિયાના કર્મચારીઓ અનુભવી રહ્યા છે.

સ્વાઇન ફ્લૂના કેસમાં એકાએક વધારો થતાં આરોગ્ય કેન્દ્રના ઓફિસર તથા અધિકારીઓ દોડતા થયા

કલોલનાં જામળાનાં 52 વર્ષીય આધેડ સ્વાઇન ફ્લૂમાં સપડાયા, અમદાવાદમાં સારવાર હેઠળ

ઝાડ પરના સામાનમાં મચ્છરોની ઉત્પત્તિ

અન્ય સમાચારો પણ છે...