બાલવાનો એથ્લેટીક્સ સ્પર્ધામાં ભવ્ય વિજય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કલોલપાસે આવેલા બાલવા ગામની સ્વામિનારાયણ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ સાંઇ ખાતે આયોજિત જિલ્લાની એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો.અંડર 19માં ભાઇઓમાં લાંબી કુદમાં રાહુલ રાવળ પ્રથમ તેમજ 110મી વિઘ્ન દોડ, લંગડી ફાળ કુદમાં દ્વિતિય નંબર અને જયપાલ ભાટી ઉંચી કુદમાં પ્રથમ, સંજય રાવલ 1500મી દોડમાં પ્રથમ નંબરે આવ્યો હતો. વિદ્યાર્થીઓને વ્યાયામ શિક્ષક શૈલેષકુમાર પટેલ અને આચાર્ય મહેશકુમાર બારોટે અભિનંદન પાઠવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...