કલોલના કાપડ મહાજન દ્વારા પુરગ્રસ્તોને 3100 જોડી કપડાંની સહાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ભારેવરસાદના પગલે બનાસકાંઠામાં થયેલ તબાહીના પગલે રાજ્યમાંથી સહાયની સરવાણી વહાવવામાં આવી હતી. જેમાં કલોલ કાપડ મહાજન એસોસિએશન દ્વારા 3100 જોડી કપડા મોકલવામાં આવ્યાં છે. જેમાં સાડી, રેડીમેડ, પેન્ટશર્ટ, ડ્રેસ, લાંબા શુટ તેમજ નાસ્તાના ફુડ પેકેટ અને વાસણ વગેરેની સહાય કરાઇ હતી. અસો.ના પ્રમુખ સુરેશભાઇ પંજાબી, ઉપપ્રમુખ ચંન્દ્રકાન્તભાઇ જોષી તેમજ મંત્રી અતુલભાઇ શાહ સહીત 40 વેપારીઓ રાધનપુર તાલુકાના ગામમાં જઇ જાતે વિતરણ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...