તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલનાઅનેક વિસ્તારોમાં લાંબા સમયથી રખડતા ઢોરનો આતંક બેફામ બન્યો છે. પુર્વ વિસ્તારમાં જય ભવાની રો-હાઉસમાં રહેતા અમરતભાઇ શવજીભાઇ વાઘેલા શુક્રવારે સવારે પોતાના ઘર આગળ કચરો વાળતા હતા તે વખતે અચાનક આતંક મચાવતા પાંચ આખલા અને મારકણી બે ગાયનુ ઝુંડ આવી પહોંચ્યુ હતું અને કચરો વાળી રહેલા અમરતભાઇને ઝપટમાં લઇને તથા શીંગડામાં ભેરવી ઉંચો કરી દઇ જમીન પર પછાડતા અમરતભાઇને શરીરે નાની મોટી ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવા પડ્યા હતાં. શહેરમાં રખડતા ઢોર અને તેના દ્વારા કરાતા હુમલા હવે ચર્ચાનો વિષય બન્યા છે અને લોકો ભયભીત બન્યા છે. ત્યારે નાગરિકો જવાબદાર સત્તાવાળાઓ સામે રોષ ઠાલવી રહ્યા છે.

શુક્રવારે બનેલા બનાવના પગલે નગરપાલિકાના માણસો આવી પહોંચ્યા હતાં અને ગાયોને તથા આખલાઓને પાંજરામાં પુરાવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. પાલિકા દ્વારા માણસાથી ઢોર પકડવાનુ પાંજરાવાળુ વાહન મગાવવામાં આવતા બેફામ બનેલા ઢોરોને પાંજરામાં પુરી દીધા હતા ત્યાર બાદ લોકોમાં હાશકારાની લાગણી ફેલાઇ હતી. લોકોમાં એવી ચર્ચા ચાલી હતી કે કલોલ પાલિકાના સત્તાવાળાઓ ઢોર પકડવાનુ વાહન પણ ખરીદી શક્તા નથી. તંત્ર જેમ બને તેમ બેફામ બનતા ઢોરોને તાકીદે પકડવા ઢોર પકડવાનું પાંજરુ વસાવી લે એવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

કલોલમાં દિનપ્રતિદિન રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. ત્યારે બીજા દિવસે સાંજે ઘર આગળ કચરો સાફ કરી રહેલા નાગરીક પર ગાયે હુમલો કરતાં નાગરિક ઘાયલ થયો હતો.ઉપરાંત શહેરમાં ઢોર પકડ પાર્ટીએ ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી.

કચરો વાળતા શખ્સને ગાયે ઉલાળીને ઘાયલ કરતા તંત્ર સામે લોકોમાં રોષ

અન્ય સમાચારો પણ છે...