તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલનાં ધાનજમાં સામાજીક મનદુ:ખમાં યુવાન પર હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલતાલુકા પોલીસ સ્ટેશનનાં ચોપડે આઇપીસી કલમ 307 તથા 326 હેઠળ નોંધાયેલા બનાવની પ્રાપ્ત વિગતોનુંસાર જુના ધાનજ ગામે રહેતા કરશનભાઇ પ્રતાપભાઇ રબારી તથા તેમનાં કૌટોબીંક ઘરોમાં સામાજીક મનદુ:ખને લઇને એક બીજાનાં વ્યવહારીક પ્રસંગે પણ જતા નહોતા. જેની અદાવત રાખીને કૌટોબીંક સગાઓ રાજુ જયરામભાઇ રબારી, ઇશ્વર જયરામભાઇ રબારી, દિનેશ જયરામભાઇ રબારી, કરમણ ઉર્ફે ભરત જયરામ રબારી, વિક્રમ રાજુભાઇ રબારી, ભાવનાબેન દિનેશભાઇ રબારી તથા ગંગાબેન જયરામભાઇ રબારીએ એકસંપ થઇને શનિવાર બપોરે 4 વાગ્યાનાં અરસામાં કરશનભાઇ પર હુમલો કર્યો હતો.

લાકડીઓ તથા લોખંડની પાઇપ જેવા ઘાતક હથીયારો સાથે મારી નાંખવાનાં ઇરાદે કરવામાં આવેલા હુમલામાં કરશનભાઇને ડાબા હાથે ફેક્ચર થવા સાથે ડાબા હાથની ટચલી આંગણી કપાઇ ગઇ હતી. ઘટના સાથે પથ્થરમારો થતા કરશનભાઇને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. કરશનભાઇએ 7 હુમલાખોરો સામે ફરીયાદ આપતા પોલીસે શોધખોળ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો